મુંબઈની મહિલાની પાલીતાણા ખાતેની જમીન પચાવી પાડવા ચાર શખ્સોનો કારસો

  • March 03, 2023 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

પાલીતાણાના ચાર શખ્સોએ જમીન પર કબજો કરી મહિલાને આપી ધમકી 


મુંબઈના માલાબાર હિલ ખાતે રહેતા મહિલાની પાલીતાણા ખાતે આવેલી જમીન પર ચાર શખ્સોએ ગેરકાયદેસર કબ્જો કરી પચાવી પડવાના ઇરાદે ખાલી નહિ કરી મહિલાને જાનથી મારી નાખવાની ઘમકી આપી હોવાની ફરિયાદ પાલીતાણા પોલીસ મથકમાં નોંધાઇ હતી


આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ મુંબઈના માલાબાર હિલ ખાતે રહેતા મેઘાબેન અમરશીભાઈ સંઘવીએ એવા મતલબની ફરિયાદનો નોંધાવી હતી કે મેઘાબેનની માલીકી કાની મિકલ્સ સર્વેનં- ૩૩૭/ પી. ૩, કનકબેન ગૌશાળા, પલીતાણા વાળીમાં ગેરકાયદેસર રીતે કોઇ હકક પુરાવા વગર ગેરકાયદેસર કબ્જો કરી કરાવી એક બીજાને મદદગારી કરી મિલ્કત પચાવવી પાડી મેઘાબેનએ હમીરભાઇ બકાભાઇ ચૌહાણ,ભરતભાઇ બકાભાઇ ચૌહાણ,મુન્નાભાઇ ચીથરભાઇ મેર,લાલભાઇ પોપટભાઇ ભરવાડને મિલ્કત ખાલી કરવા  સમજાવવા જતા મેઘાબેનને મારી નાંખવાની ધાકધમકી આપી મિલ્કત પડાવી લેવાના આશયથી કબ્જો ખાલી ના કરી આપી ગુજરાત જમીન પચાવી પાડવા (પ્રતિબંધ) અધિનિયમ- ૨૦૨૦ ની કલમ- ૩, ૪, ૪(૧), ૪(ર), ૪(૩) તથા આઇપીસી કલમ- ૫૦૬(૨), ૧૧૪ મુજબ મેઘાબેન એ પાલીતાણા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application