ચોરવાડ ખાતે તલવારથી હુમલાના કેસમાં સોમનાથના ધારાસભ્ય સહિત ચારને છ માસની સજા

  • February 08, 2023 06:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચોરવાડના હોલીડે કેમ્પમાં ફરવા ગયેલ યુવકો પર વર્ષ ૨૦૧૦ માં ૧૩ વર્ષ પહેલા ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય સહિતના વ્યક્તિઓએ કરેલ હુમલામાં થયેલ કેસ ચાલી જતા માળીયાહાટીના કોટે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણ ને છ છ મહિનાની સાદી કેદની સજા નો હુકમ કર્યો હતોકેસની પ્રાપ્ત વિગત મુજબ ચોરવાડમાં રહેતા અને એડવોકેટ ના પુત્ર મીત રોહન વૈદ્ય તેના મિત્ર હરીશભાઈ નારાયણભાઈ ચુડાસમા, હર્ષ મિલનભાઈ શાહ, કુંજ મહેતા અને નયનભાઈ ચુડાસમા હોલીડે કેમ્પમાં ફરવા ગયા હતા ગેઇટ પાસે ટ્રાફિક હતો ત્યારે મિતની કારની આગળ વિમલભાઈ ચુડાસમા ની કાર પડી હતી તે બહાર ઉભા હતા ત્યારે દેખાતું નથી ટ્રાફિક છે તેમ કહી નિતીન જગદીશભાઈ પરમાર એ મીત વૈદ્યને ગાળો ભાંડી હતી અને  થયેલ ઝઘડામાં બચાવવા વચ્ચે પડેલા વર્તમાન સાંસદના ભાઈ હરીશ નારાયણ ચુડાસમા વચ્ચે પડતા તેને પણ થપ્પડો મારવામાં આવી હતી . ત્યારબાદ રામજી ઉર્ફે બેરા કારા વાઢેર, હિતેશ જગદીશ પરમાર, મોહન ઉર્ફે મંગુડી વાઢેર એ હુમલો કર્યો હતો અને મીતના લમણે રિવોલ્વર મૂકી ભાગીશ તો તારો ડૂચો કરી નાખીશ તેવી ધમકી આપ્યા  અંગે ચોરવાડ પોલીસમાં આઇપીસી કલમ ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૫૦૪, ૫૦૬(૨), ૩૨૩, ૪૨૭ અને આર્મસ એક્ટ મુજબ ગુનહો નોંધાયો હતો. 


   આ કેસ માળીયાહાટીના કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ડી સી ઠાકર તેમજ બચાવ પક્ષના વકીલની દલીલોને ધ્યાને લઈ માળીયાહાટીના કોર્ટના ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સ્નેહલ કુમાર શુકલે સોમનાથના વર્તમાન ધારાસભ્ય વિમલભાઈ કાનાભાઈ ચુડાસમા, હિતેશ પરમાર મોહન વાઢેર અને રામજી વાઢેર ને આઇપીસી કલમ ૩૨૩,૧૪૯ મુજબ દોષિત ઠેરવી ૬-૬ માસની કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો હતો. 
​​​​​​​
ચુકાદા બાબતે સોમનાથના ધારાસભ્ય એ આપેલ પ્રતિક્રિયામાં જે તે વખતે રાજકીય કિન્નાખોરીથી ફરિયાદ કરવામાં આવી હતી તેમ જણાવ્યું હતું અને આઈપીસી૧૪૩, ૧૪૭, ૪૨૭, ૫૦૪, ૫૦૬(૨) અને આર્મસ એક્ટની કલમ મુજબના ગુન્હામાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે અને કોર્ટના ચુકાદાને શિરોમાન્ય ગણાવી કોર્ટે જે છ માસની સજાનો હુકમ કર્યો છે તે ચુકાદા સામે કેશોદ સેશન કોર્ટમાં અપીલ કરશું તેમ જણાવ્યું હતું . તો બીજી તરફ  મીત રોહનભાઈ વૈધે સજા લંબાવવા સેશન કોર્ટમાં નવી અરજી કરવાનું પણ જણાવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application