ભોજપૂરી ગીતો પર બાળકો સાથે મન મૂકીને ઝૂમી ઉઠી વિદેશી મહિલાઓ, વિડીયો થયો વાઇરલ

  • March 12, 2023 11:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બિહારના ભોજપુરી ગીતો અને તેના વિડીયો હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ આવો જ એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં વિદેશની કેટલીક મહિલાઓ ભોજપુરી ગીતો પર જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. વાસ્તવમાં આ વીડિયો બિહારના બોધગયાનો છે. ત્યાં વિદેશી મહિલાઓ રસ્તાની વચ્ચે ભોજપુરી ગીતોની ધૂન પર ડાન્સ કરતી જોવા મળે છે.

એક ડીજે ટ્રોલી ભોજપુરી ગીતો વગાડતી બોધ ગયાના રસ્તાઓ પર જઈ રહી હતી. તે જ સમયે વિદેશી મહિલાઓ પણ તે જ રસ્તા પરથી પસાર થઈ રહી હતી. તે ભોજપુરી ગીતની ધૂન સાંભળીને વિદેશી મહિલાઓ પોતાને રોકી શકી નહીં અને રસ્તા પર જ નાચવા લાગી હતી. થોડા સમય પછી, જ્યારે ડાન્સ કરતી વખતે એક મહિલાનું ચંપલ તૂટી જાય છે, ત્યારે તે પોતાની કારમાં જઈને બેસી જાય છે.

ઈન્સ્ટાગ્રામ પર લગભગ હજારો લોકોએ આ વીડિયો જોયો છે. સેંકડો લોકોએ તેમના પ્રતિભાવો પણ આપ્યા છે. હોળીના સમયને કારણે બિહારમાં દરેક જગ્યાએ ગાવાનું અને નૃત્ય ચાલે છે. કદાચ આ જ કારણથી ડીજે પર ગીત વાગી રહ્યું હતું અને વિદેશી મહિલા ડાન્સ કરી રહી હતી. એક પ્રત્યક્ષદર્શીએ આ વીડિયો શૂટ કરીને સોશિયલ મીડિયા પર મૂક્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application