જેતપુર તાલુકામાં ઝડપાયેલા ૭૦.૭૭ લાખના વિદેશી દારૂ ઉપર રોડરોલર ફેરવી દેવાયું

  • January 18, 2023 05:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર સિટી, જેતપુર તાલુકા અને વીરપુર પોલીસમાં છેલ્લા બે વર્ષમાં નોંધાયેલ કુલ ૧૧૬ દારૂના ગુનામાં પકડાયેલ વિદેશી દારૂ તેમજ બિયરનો જથ્થો જેતપુર ખાતે નાશ કરવામાં આવ્યો હતો.
​​​​​​​
જેતપુર ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળ આવતા જેતપુર સિટી, જેતપુર તાલુકા અને વીરપુર પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષમાં પકડાયેલ વિદેશી દારૂ અને બિયર કુલ બોટલ ૨૩૧૧૧ જેની કિંમત રૂ.૭૦૭૭૩૩૪ લાખ થાય છે તેનો આજે ડેડરવાની સીમ વિસ્તારમાં કોર્ટની મંજૂરી મળેલ હોઈ તેવા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવેલ.
વિદેશી દારૂના જથ્થા નાશ દરમિયાન ડેપ્યુટી કલેકટર, જેતપુર ડીવાયએસપી રોહિત ડોડિયા જેતપુર ગ્રામ્ય મામલતદાર સિટી પીઆઈ, તાલુકા તેમજ વીરપુર પીએસઆઈની હાજરીમાં દા‚નો નાશ કરવાની પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application