G20 ગાલા ડિનરમાં ભારતીય પોશાકમાં પહોચ્યા વિદેશી મહેમાનો, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને PM મોદી સાથેની તસ્વીરો થઈ વાઇરલ

  • September 10, 2023 10:07 AM 

નવી દિલ્હીના હાલના આકર્ષણ કેન્દ્ર ભારત મંડપમ ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 9 ગાલા ડિનરનું આયોજન કર્યું હતું. આ દરમિયાન અનેક વૈશ્વિક નેતાઓ અને રાજનેતાઓ ત્યાં પહોંચ્યા હતા.


ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ મોતીનો હાર સાથે સાડી પહેરીને ડિનરમાં હાજરી આપી હતી.


મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ અને તેમની પત્ની કોબિતા જુગનાથ પરંપરાગત પોશાકમાં દિલ્હીના ભારત મંડપમ ખાતે પહોંચ્યા હતા.


બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિએ પણ ડિનરમાં હાજરી આપી હતી. આ દરમિયાન અક્ષતાએ મલ્ટીકલર્ડ ડ્રેસ પહેર્યો હતો.

જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદાએ રોયલ બ્લુ ટાઈ સાથે કાળો સૂટ પહેર્યો હતો, જ્યારે તેમની પત્ની યુકો કિશિદા સાડી પહેરીને ડિનરમાં પહોંચ્યા હતા.

ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની આલ્બાનીસે ગ્રે સૂટમાં અને તેમના પાર્ટનર વાદળી ડ્રેસમાં ડિનરમાં હાજરી આપી હતી.

ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો અને તેમની પત્ની ઈરિયાના જોકો વિડોડો પણ અલગ અંદાજમાં ડિનર માટે પહોંચ્યા હતા.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ડાર્ક બ્લેક સૂટમાં આવ્યા હતા.

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના એમડી ક્રિસ્ટાલિના જ્યોર્જિવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ડિનરમાં ભારતીય રંગમાં જોવા મળ્યા હતા. તેઓ સલવાર સૂટ પહેરીને આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application