પહેલી વાર કંપનીઓમાં સ્થાનિક રોકાણકારોનો હિસ્સો વિદેશી રોકાણકારો કરતા વધ્યો 

  • February 08, 2024 05:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


લોકલ ઇન્વેસ્ટર્સના શેર હોલ્ડિંગની વેલ્યુ ૬૬.૦૨ લાખ કરોડ થઇ, જાન્યુઆરીમાં ખુલ્યા ૪૭ લાખ ડીમેટ અકાઉન્ટસ 



પ્રથમ વખત, શેરબજારની કંપનીઓમાં સ્થાનિક રોકાણકારો એટલે કે ડીઆઈઆઈ નો હિસ્સો વિદેશી રોકાણકારો (એફઆઈઆઈએસ) કરતા વધી ગયો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)ની કંપનીઓમાં વિદેશી રોકાણકારોનો હિસ્સો ૧૮.૧૯% છે જ્યારે સ્થાનિક રોકાણકારોનો હિસ્સો વધીને ૧૮.૪૪% થયો છે.

આ સાથે, એફઆઈઆઈએસ હોલ્ડિંગનું કુલ મૂલ્ય રૂ. ૬૫.૧૧ લાખ કરોડ અને ડીઆઈઆઈનું કુલ મૂલ્ય રૂ. ૬૬.૦૨ લાખ કરોડ થયું છે. છેલ્લા ૫ વર્ષમાં સ્થાનિક રોકાણકારોએ વિદેશી રોકાણકારો કરતાં બમણાથી પણ વધુ રોકાણ કર્યું છે. દેશમાં ડીમેટ ખાતાઓની કુલ સંખ્યા ૧૪.૩૯ કરોડે પહોંચી છે, અને જાન્યુઆરીમાં ૪૭ લાખ નવા અકાઉન્ટ ખુલ્યા છે.

ભારતીય કંપનીઓમાં વિદેશી રોકાણકારોની હિસ્સેદારી ૧૮.૨% છે, જયારે મ્યુચ્યુઅલ ફંડ્સ ૮.૮%, રિટેલ રોકાણકારો ૭.૬%, એચએનઆઈ ૨.૩% અને પ્રમોટર્સની હિસ્સેદારી ૬૩.૧% છે. છેલ્લા ૫ વર્ષમાં વિદેશી રોકાણકારોએ રૂ. ૨.૨૫ લાખ કરોડનું રોકાણ કર્યું છે, જ્યારે સ્થાનિક રોકાણકારોએ રૂ. ૫.૫૦ લાખ કરોડનું રોકાણ કર્યું છે.


ડીમેટ અકાઉન્ટસ ખુલવાનો રેકોર્ડ સર્જાયો 

ડિસેમ્બરમાં ભારતીય શેરબજારમાં જબરદસ્ત ઉછાળાને કારણે જાન્યુઆરીમાં રેકોર્ડ બ્રેકીંગ ૪૭ લાખ નવા ડીમેટ અકાઉન્ટસ ખોલવામાં આવ્યા હતા. ડીમેટ ખાતાઓની કુલ સંખ્યા ૧૪.૩૯ કરોડ થઈ ગઈ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News