આટકોટ પાસે બસમાં દારૂના જથ્થા સાથે પોલીસમેન સહિત પાંચ ઝબ્બે

  • January 09, 2023 05:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વેરાવળ(સાણથલી) પાસે વાડીમાં દારૂના મોટા જથ્થાના કટિંગ ચાલતું હતું ૧૦.૨૬ લાખનો દારૂ, બસ, કાર સહિત રૂા.૨૧.૫૧ લાખનો મુદ્દામાલ કબજે




આટકોટના પાસેના વેરાવળ (સાણથલી) નજીક આવેલી વાડીએ ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી દાના મોટા જથ્થાનું કટીંગ થાય તે પૂર્વે આટકોટ પોલીસે દરોડો પાડી ૧૦.૨૬ લાખના દારૂના જથ્થા સાથે પોલીસમેન સહિત પાંચ શખસોને ઝડપી લીધા હતા.બસ અને ટ્રક સહિત કુલ  ૨૧.૫૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો પકડાયેલા આરોપીઓમાં એક આરોપી રાજકોટ રલ પોલીસમાં હેડકવાર્ટરમાં ફરજ બજાવતો હોવાનું માલુમ પડું છે. પોલીસે આ મામલે કુલ ૧૧ આરોપીઓ સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.





દારૂના દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, આટકોટ પોલીસ મથકના પીએસઆઇ જે.એચ. સિસોદિયા તથા ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એવી સચોટ બાતમી મળી હતી કે, વેરાવળ (સાણથલી) થી બિલડી જતા કાચા રસ્તે ભુરાભાઇની વાડીએ દાના મોટા જથ્થાનું કટિંગ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે પોલીસની ટીમે તાકીદે અહીં પહોંચી દરોડો પાડતાં અહીં પ્રિન્સ નામની ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી દાના મોટા જથ્થાનું કટીંગ ચાલી રહ્યું હતું. પોલીસને જોતાં જ નાસભાગ મચી જવા પામી હતી.





પોલીસે દરોડા દરમિયાન અહીંથી ૧૦.૨૬ લાખની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. દરોડા દરમિયાન પોલીસે આરોપી ભરત ભીખા  ભાઇ જાદવ (ઉ.વ ૩૨ રહે ગોંડલ) ગોપાલ હસમુખભાઇ મકવાણા(ઉ.વ ૩૦ રહે ગોંડલ) રાજુ લાલજીભાઈ પરમાર(ઉ.વ ૩૦ રહે ચોરડી ગોંડલ)સંજય ઉર્ફે સન્ની મગનભાઈ ડાભી(ઉ.વ ૨૪ રહે કેશવાડા) વિશાલ નારણભાઈ સોલંકી (ઉ.વ ભગવતપરા ગોંડલ)ને ઝડપી લીધા હતા. આ સહિત વાડી માલીક ભુરા ગાડુભાઇ વાઘેલા, હિતેશ ભરવાડ, હિતેશ ભરવાડ સાથે આવેલ શખ્શ, બસનો કલીનર અને દાના જથ્થા મોકલનાર શખ્સો સહિત ૧૧ સામે પ્રોહિબિશન એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે દરોડા દરમિયાન અહીંથી દારૂનો જથ્થો અને મોબાઇલ સહિત કુલ પિયા ૨૧.૫૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.




વિશેષમાં જાણવા મળતી વિગતો મુજબ દારૂના મોટા જથ્થા ના કટીંગમાં પકડાયેલા આરોપીઓ પૈકી વિશાલ સોલંકી રાજકોટ રલ પોલીસ હેડકવાર્ટરમાં ફરજ બજાવતા હોવાનું માલૂમ પડયું છે. ત્યારે પોલીસની મીઠી નજર હેઠળ દારૂના મોટા જથ્થાનું કટીંગ થતું હોય દાના દરોડાને લઇ પોલીસબેડામાં સોપો પડી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application