BREAKING NEWS

જામનગર: બેડેશ્ર્વર વિસ્તારમાં યુવાન પર જીવલેણ હુમલો

  • July 04, 2026 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: બેડેશ્ર્વર વિસ્તારમાં યુવાન પર જીવલેણ હુમલો

અદાવત રાખીને પાંચ શખ્સો તુટી પડયાની રાવ

બેડીના યુવાન પર ધરારનગર શાળા પાસેના રોડ પર પાઇપ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો જયારે અન્ય શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો હતો અદાવત રાખીને આ હુમલો કર્યાની કુલ પાંચ સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. 

જામનગરના બેડીમાં રહેતા ઇમરાન હાજીભાઇ વાઢા (ઉ.વ.૪૩)ના ફઇના દિકરા રફીક અને યાસીન વચ્ચે કોઇ બાબતે વાંધો ચાલતો હોય ગઇકાલે તેમની વચ્ચે થયેલ ઝઘડાની અદાવત રાખીને આરોપીએ ગેરકાયદે મંડળી રચીને અપશબ્દો બોલી એક શખ્સે પાઇપ વડે જીવલેણ હુમલો કરી ફરીયાદીને માથામાં ગંભીર ઇજા પહોચાડી હતી અને અન્ય આરોપીઓએ ઢીકાપાટુનો માર મારી ઇજા પહોચાડી એકબીજાને મદદગારી કરી હતી. 
​​​​​​​
ઇમરાનભાઇને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા દરમ્યાનમાં તેમણે આ બનાવ અંગે સીટી-બી ડીવીઝનમાં મોડી રાત્રીના યાસીન ઉર્ફે બાબરી ગંઢાર, મનસુર ગંઢાર, હમીદ ખત્રી, શાહ‚ખ ખત્રી અને ફીરોજ ખત્રી નામના પાંચ ઇસમો વિરુઘ્ધ બીએનએસ કલમ ૧૦૯, ૧૧૫(૨), ૩૫૨, ૧૮૯(૨), ૧૯૦ વિગેરે મુજબ ફરીયાદ કરતા પીએસઆઇ મહેતા તપાસ ચલાવી રહયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News