જો તમે પણ વિદેશમાં સ્થાયી થવા માંગો છો, તો આ સમાચાર તમારા માટે છે. દુનિયામાં ઘણા એવા દેશો છે જે લોકોને ત્યાં સ્થાયી થવા માટે પૈસા આપે છે. આ સાંભળીને તમે કદાચ વિશ્વાસ નહીં કરો, પરંતુ આ બિલકુલ સાચું છે.
મોરેશિયસ : જો તમે પણ સારો બિઝનેસ આઈડિયા લઈને મોરેશિયસ જાવ અને એ વિચારને ત્યાં મંજૂર થઈ જાય છે, તો ત્યાં આ બિઝનેસ શરૂ કરવા માટે સરકાર તમને 20 હજાર મોરિશિયન રૂપિયા એટલે કે ભારતીય ચલણમાં 36,759 રૂપિયા આપે છે.
સ્પેન : અહીંની સરકાર લોકોને પોંગામાં સ્થાયી થવા માટે પૈસા આપે છે. જો કોઈ અહીં ઓછામાં ઓછા 5 વર્ષ રહેવાનો પ્લાન લઈને આવે છે, તો સરકાર દ્વારા કપલ્સને 3000 યુરો એટલે કે 2,68,425 રૂપિયા આપવામાં આવે છે.
ઇટાલી : ઈટાલી એક એવું શહેર છે જ્યાં તમને રહેવા માટે સારી ઑફર્સ મળે છે. સરકાર વેટ્ટો, કેન્ડેલા અને મોલીસ જેવા સ્થળોએ સ્થાયી થવા માટે પૈસા આપે છે. આ સિવાય અહીં યુરોમાં પણ ઘરો ઉપલબ્ધ છે. સરકારની ઇન્વેસ્ટ યોર ટેલેન્ટ સ્કીમ હેઠળ, તમને 8 લાખ રૂપિયા થી વધુ અને એક વર્ષનો વિઝા આપવામાં આવે છે.
ચિલી : અહીંની સરકાર બહારથી આવતા લોકોને અને ચિલીમાં બિઝનેસ સ્ટાર્ટઅપ શરૂ કરવામાં મદદ કરે છે. ચિલીને ઈનોવેટિવ ટેક હબ બનવા માટે વધુ લોકોની જરૂર છે. તેથી જ તે બિઝનેસ પ્લાન વિશે વિચારે છે.
આયર્લેન્ડ : આ સરકાર આયર્લેન્ડમાં સ્થાયી થવા માટે સહાય પૂરી પાડે છે. જે લોકો અહીં આવીને બિઝનેસ કરે છે તેમને લાખો રૂપિયાનું ફંડિંગ આપવામાં આવે છે. ટેક્સ ક્રેડિટ પણ ઉપલબ્ધ છે. પરંતુ આ માટે એક શરત છે કે સરકારને તમારો બિઝનેસ આઈડિયા ગમવો જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆસારામે સજા સ્થગિત કરવાની કરી માંગ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ આપી માંગ્યો જવાબ
November 22, 2024 04:53 PMખાંડ અને ગોળ એક જ વસ્તુમાંથી બને છે, તો ખાંડ સ્વાસ્થ્ય માટે જોખમી અને ગોળ ફાયદાકારક એવું કેમ
November 22, 2024 04:44 PMજાણો ક્યા દેશના લોકો સૌથી વધુ ઊંઘે છે; વિશ્વમાં ભારત ક્યા નંબર પર?
November 22, 2024 04:29 PMએલોવેરામાં આ વસ્તુઓ મિક્સ કરીને વાળમાં લગાવાથી શિયાળામાં ડેન્ડ્રફથી મળશે છુટકારો
November 22, 2024 04:27 PMઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 67 રનમાં 7 વિકેટ ગુમાવી,ભારતીય ટીમ 83 રનથી આગળ
November 22, 2024 04:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech