રાજકોટમાં સાડા પાંચ ઈંચ વરસાદ ન્યારી–૧ ડેમમાં ૧ ફૂટ પાણી આવ્યું

  • June 17, 2023 04:17 PM 

શહેરમાં ભયગ્રસ્ત કુલ ૪૬૯ વૃક્ષોનું ટ્રીમિંગ
ભારે પવનને કારણે પડેલા ૧૪૫ વૃક્ષો રસ્તા પરથી હટાવાયા
સ્થળાંતરિત કરાયેલા ૨૪૪૫ અસરગ્રસ્તોને હવે ઘરે જવા દેવાયા




રાજકોટ શહેરમાં ગઇકાલે ૫.૫૦ ઈંચ વરસાદ વરસ્યો હતો, યારે આજે સવારથી વરસાદનો વિરામ છે. છેલ્લા ૨૪ કલાકમાં ન્યારી–૧ ડેમમાં એક ફુટ નવું પાણી આવ્યું છે.



મ્યુનિ.ઇજનેરી સૂત્રોએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં ગઈકાલે વેસ્ટ ઝોનમાં ૧૩૫ મીમી, ઇસ્ટ ઝોનમાં ૮૯ મીમી અને સેન્ટ્રલ ઝોનમાં ૧૩૭ મીમી વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેરને પીવાનું પાણી પુ પાડતા ન્યારી–૧ ડેમમાં એક ફટ નવા વરસાદી પાણીની આવક થતા ડેમની સપાટી ૧૬.૧૦ ફુટ પહોંચી છે.



વિશેષમાં મહાપાલિકાના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે બિપરજોય વાવાઝોડાની પરિસ્થિતિને પગેલ રાજકોટ મહાનગરપાલિકા દ્રારા સાવચેતીના વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે.




જે અંતર્ગત લોકોનું સ્થળાંતર, હોડિગ–બેનરો ઉતારવા, આશ્રયસ્થાનો અને સ્કૂલો ખાતે સ્થળાંતરિત કરાયેલો નાગરિકો માટે મધ્યાહન ભોજન કિચન અને સેવાકીય સંસ્થાઓ મારફત ફડ પેકેટસની વ્યવસ્થા, સ્વાસ્થ્ય ચકાસણીની વ્યવસ્થા, બાંધકામ સાઈટો બધં કરાવી શ્રમિકોનું સ્થળાંતર કરાવવું, ધરાશાયી થયેલ વૃક્ષોનું ટ્રીમીંગ કરી વૃક્ષ હટાવવું, ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્રારા સતત લોકોને એનાઉન્સમેન્ટ કરી જાણકારી આપવી વિગેરે કામગીરી કરવામાં આવી હતી.સાવચેતીના પગલાંપે રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વિવિધ વિસ્તારમાંથી કુલ ૨૪૪૫ અસરગ્રસ્તોનું મહાનગરપાલિકાની સિટી બસ મારફત નજીકની શાળાઓમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું તેમજ આ લોકો માટે ફડ પેકેટસની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકલન કરી ફુટ પેકેટસની વ્યવસ્થા કરવામાં આવી હતી છે.




એસ્ટેટ શાખા અને દબાણ હટાવ શાખા દ્રારા હાલ ૮૫૬૯ બોર્ડ–બેનરો ઉતારી લેવામાં આવ્યા હતા અને ૨૯૯ જેટલા હોડિગ જે–તે એજન્સી મારફત ઉતરાવી લેવામાં આવ્યા હતા.ગાર્ડન શાખા દ્રારા ભયગ્રસ્ત કુલ ૪૬૯ વૃક્ષોનું ટ્રીમીંગ કરવામાં આવેલ છે તેમજ ભારે પવનને કારણે ૧૪૫ વૃક્ષો ધરાશાયી થયા હતા રસ્તા પરથી તેને દુર કરવાની કામગીરી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application