મોરબી જિલ્લામાં દેશી દારૂ વેચતા પાંચ ઇસમો ઝડપાયા

  • March 31, 2023 01:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા દારૂના ધંધાર્થીઓ ઉપર તૂટી પડવા આદેશ અપાતા જિલ્લાના તમામ પોલીસ મથકો દ્વારા દેશી દારૂનાધંધાર્થીઓ ઉપર પોલીસે દરોડા પાડવામાં આવ્યા છે.જ્યાં મોરબી જિલ્લામાં દેશી દારૂ વેંચતા ૫ ઇસમો ઝડપાયા છે.
​​​​​​​
મોરબીમાં આરોપી મધુબેન સુરેશભાઇ સારલા યોગીનગર શેરી નં.૦૩માં રૂપિયા ૧૨૦ની કિમતના ૬ લિટર દેશી દારૂ સાથે મળી આવીહતી.મોરબીમાં આરોપી ગોરધનભાઇ શિવાભાઇ વાઘેલા રંગપર ગામની સીમમાં આવેલ સોમાનાથ પેટ્રોલપંપની સામે રૂપિયા ૨૦૦નીકિમતના ૧૦ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.


વાંકાનેરમાં આરોપી સચીનભાઈ ઉર્ફે ચચો રસીકભાઈ ગોહીલ ભાટીયા સોસાયટી દશામાના મંદીર પાસે રૂ. ૮૦ની કિમતના ૪ લિટરદેશી દારૂ સાથે મળી આવ્યો હતો.વાંકાનેરમાં આરોપી સાદુરભાઇ કાળાભાઇ કુણપરા પલાસ ગામના પાણીના ટાંકા પાસે રૂપિયા ૮૦નીકિમતના ૪ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.વાંકાનેરમાં આરોપી બહાદુરભાઇ કાળાભાઇ કુણપરા પલાસ ગામના ઝાંપા પાસે રૂ. ૬૦ની કિમતના ૩ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application