બાબરાના વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા સહિત પાંચ ઝડપાયા

  • January 04, 2023 04:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બાબરામાં એક યુવકને હનીટ્રેપમાં ફસાવી અને તેને બદનામ કરવાની ધમકી આપી પાસેી મોટી રકમ પડાવી લેવાની લાલચમાં  ટોળકીનો ભાંડો ફૂટી ગયો હતો.સીસીટીવી કેમેરા અને વર્ણનને આધારે પોલીસે ગણતરીની કલાકોમાં એક મહિલા સહિત પાંચ શખ્સોને પકડી પાડ્યા હતા.શાતીર પાંચેય આરોપીઓનો પ્લાન ફેલ ગયો હતો અને હવે જેલની હવા ખાવાનો વારો આવ્યો હતો.


આ ઘટના બાબરાના કરિયાણા રોડ પર પર બની હતી.બાબરામાં ઇલેક્ટ્રોનિક્સ રિપરિંગનો ધંધો કરતા ભરતભાઈ અમરશીભાઇ કરકર (ઉ.વ.૪૨) સો મનીષા નામની યુવતી જે અમદાવાદની રહેવાસી હોવાની ઓળખાણ બતાવી ફોનમાં જમીન અને ગાયની લે-વેચની વાતો કરી તેમજ મળવું છે.તેવી મીઠી મીઠી વાતો કરીને તે બાબરા વિસ્તારમાં ફરવા આવી હોવાની વાત કરી અને તેને બોલાવી શરીર સંબન્ધ બાંધવાનો પ્રયત્ન કર્યો હતો.જોકે આ યુવકએ ના પાડી દેતા અને તે પરત ઘરે આવી રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા ચાર ઈસમો ઇકો કારમાં આવી તેનું અપહરણ કરી અને ચાવંડ,ઢસા,ગઢડા મુકામે લઇ જઈને અલગ-અલગ અવાવરી જગ્યાઓ પર પ્રમ એક કરોડ બાદમાં ૫૦ લાખ અને ત્યાર બાદ ૫ લાખની માંગણી કરી અને જો પૈસા નહિ આપે તો જાની મારી નાખવાની તા પોલીસમાં હોવાની ઓળખાણ આપી અને ઢોંગ કરી બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બળજબરીી મિલ્કતપડાવી  લેવા અટકાયતમાં રાખી અને તેણે મનીષા નામની યુવતી સો શરીર સબંધ બાંધેલ  હોય તેવી બળજબરીી કબુલાત કરવાની ફરજ પાડી  અને યુવકના દીકરા સો વાત કરાવી અને મુક્તિ મેળવવામાં માટે કોરા ચેક મેળવી લઈને પોલીસ ન હોવા છતાં પણ ખોટા ઢોંગ કર્યા અંગેની ફરિયાદ ગઈકાલે બાબરા પોલીસમાં નોંધાતા આ બનાવને પગલે સમગ્ર પંકમાં ચકચાર મચી જવા પામી હતી


જોકે આ  મામલો બાબરા પોલીસ મક ખાતે પહોંચતા પોલીસે સીસીટીવી કેમેરાની માધ્યમી ચોક્કસ માહિતી મેળવી બાબરા નજીક ી રાજકોટ-ભાવનગર હાઇવે પર અવાવરું જગ્યામાં ઇકો કાર સો એક મહિલા સહિત પાંચ જેટલા શખ્સોને  પકડી પાડી અને અટકાયત કરી હતી.આ પકડાયેલા લોકો પાસેી પોલીસે અલગ-અલગ કંપનીના પાંચ મોબાઈલ જેની કિંમત રૂ.૨૫૦૦૦,એક લાકડી રૂ.૨૫ તેમજ ઈકો ફોરવીલ તેની કિંમત રૂ.૪ લાખ,૬ જેટલા કોરા ચેક મળી કુલ ૪,૨૫,૦૧૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.
​​​​​​​
પોલીસે તુષાર પરશોતમ પટેલ  રહે. ગામ કુંડાળ  , મહેન્દ્રસિંહ ઉર્ફે લાલભાઇ ધિરૂજી રાઠોડ રહે. ડાભલા , શૈલેષ રમેશ રબારી ઉ.વ.૧૯ રહે રાજપુર ,સાહીલ પંકજ  પટેલ  , ચંદાબેન ઉર્ફે સંજુ ઉર્ફે મનીષા સંજયભાઇ  રાઠોડ ઉ.વ.૩૭ સહીત મહેસાણા પંક ના પાંચ શખ્શોને  પકડી પાડ્યા હતા.
આ ઉપરાંત વધુ વિગતો મેળવવા માટે પોલીસે સાત  દિવસના રિમાન્ડની માંગ પણ કરવામાં આવી હતી..આ ઉપરાંત અન્ય પણ કોઈ લોકો આ ષડયંત્રમાં સંડોવાયેલું છે કે કેમ તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application