BREAKING NEWS

મરીન ટાસ્ક ફોર્સ જામનગર દ્વારા રસુલનગર ખાતે ફિશરમેન અવેરનેસ કાર્યક્રમ યોજાયો

  • June 20, 2026 11:38 AM 

મરીન ટાસ્ક ફોર્સ જામનગર દ્વારા રસુલનગર ખાતે ફિશરમેન અવેરનેસ કાર્યક્રમ યોજાયો

ગુજરાત રાજ્યના વિશાળ ૨૩૪૦.૬૨ કિ.મી. લંબાઇ ધરાવતા દરિયાઈ કિનારા તેમજ તેને સ્પર્શતા જમીન વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મરીન ટાસ્ક ફોર્સ ની રચના કરવામાં આવી છે. આટલા લાંબા દરિયા કિનારાની સતત સુરક્ષા કરવી એજન્સી માટે મુશ્કેલ ભર્યું બને છે. કારણકે, સતત અવરજવર કરતા વેસલ અને તેમાં અવરજવર કરતા લોકો ઉપર સતત વોચ રાખવી એક ચેલેન્જ કાર્ય બની રહે છે. 

આ સંજોગોમાં દરિયા કિનારે રહેતા અને મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા માછીમારો કે જેઓ રોજબરોજ સમુદ્ર ખેડતા હોય છે. તેઓને જાગ્રત કરી દરિયાઈ સીમાડાની સુરક્ષા કાર્યમાં જોડાવાના હેતુથી તેમજ દરિયાઈ કિનારાની સુરક્ષા વધુ અસરકારક રીતે કરી શકાય. તે હેતુથી માછીમારો ફ્રન્ટ લાઈન સર્વેલેન્સમાં અગત્યની ભૂમિકા ભજવી શકે. તેમજ રોજબરોજ માછી મારી કરતી વખતે અજાણી બોટ, સ્મગલીંગની પ્રવૃતિ કે શંકાસ્પદ વ્યક્તિઓ કે પદાર્થો નજરે ચડતા જ જો સુરક્ષા એજન્સીસને માછીમારો દ્વારા અવગત કરાવવામાં આવે તો ગેરકાનૂની પ્રવૃત્તિઓને મોટું સ્વરૂપ લે તે પહેલા શરૂઆતથી જ ડામી શકાય તેમજ જાગૃત માછીમારો ઇન્ટેલિજન્સ gathering અંગે મહત્વનું યોગદાન આપી શકે તથા તેઓ ફર્સ્ટ લેયર ઓફ ડિફેન્સને વધુ મજબૂત કરવા અગત્યનો ફાળો આપી શકે. તેમજ અત્યંત રિમોટ દરિયા કિનારા ઉપરથી દેશની સુરક્ષા માટે જરૂરી એવા રેપિડ રિસ્પોન્સ આપી શકે છે. 

આ બાબત ધ્યાને લઈ એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ તેમજ દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ.મુનિયા તથા મરીન ટાસ્ક ફોર્સ હજીરા ના પોલીસ અધિક્ષક એસ.જે.પરમારના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લાના રસુલનગર ખાતે વિશેષ "ફિશરમેન અવેરનેસ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. 

ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ મરીન ટાસ્ક ફોર્સ જામનગરના પોલીસ ઇન્સ્પેક્ટર ધરમવીર આર. યાદવ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.એમ. બોપલિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી. એચ.જાડેજા સહિત મરીન કમાન્ડોની ટીમો, ફિશરીઝ વિભાગના અધિકારી જયદીપ બારડ, ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના અધિકારી/જવાનો, ફોરેસ્ટ વિભાગના અધિકારી રાહુલ સિંહ રાજપુત  તેમજ સ્થાનિક સરપંચ તથા પ્રમુખ કરીમભાઈ ઉપરાંત ગ્રામજનોની ઉપસ્થિતિમાં, દરિયાઈ માર્ગે સંભવિત વિવિધ આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા, શંકાસ્પદ બોટ કે વ્યક્તિ સંદર્ભે જાગૃતતા કેળવવા, શંકાસ્પદ બિનવારસી વસ્તુઓ જેવી કે કેફી પદાર્થો તથા એક્સપોલોજીવની હેરાફેરી અટકાવવા બાબતે. બોટમાં વપરાતા સેફટી સંસાધન, ઈમરજન્સી મેડિકલ એડ તથા બોટ રજીસ્ટ્રેશન અને લાઇસન્સ, બોટ મુવમેન્ટ, બોટ ટ્રેકિંગ-ટ્રાન્સપોન્ડર્સ વિગેરે બાબતની માહિતી તથા સુરક્ષા અને સાવચેતી અંગે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application