કન્ટેનરમાંથી ૨૫.૨૯ લાખની માછલી કાઢી મીઠું ભરી દેવાયું

  • July 24, 2023 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વેરાવળથી પીપાવાવ પોર્ટ અને ત્યાંથી માછલીનું કન્ટેનર ચીનનાં ઝીંગ જેન પોર્ટ પર મોકલ્યું હતું: ચીનમાં કન્ટેનરની તપાસ થતાં ૧૧,૫૦૦ કિલો માછલી ઓછી હોવાનું માલુમ પડયું: યુ.પીના ટ્રકચાલક સામે સીઆઇડી ક્રાઇમ રાજકોટમાં ફરિયાદ




વેરાવળના એકસપોર્ટના ધંધાર્થી પીપાવાવ પોર્ટ મારફત ચીનમાં મોકલવામાં આવેલ મચ્છી ભરેલા કન્ટેનરમાં પિયા ૨૫.૨૯ લાખની કિંમતની ૧૧,૫૦૦ કિલો માછલી ઓછી હોવાનું ત્યાંની પોર્ટ ઓથોરિટીના ચેકિંગમાં ધ્યાને આવ્યા બાદ અહીં સ્થાનિક વેપારીને જાણ કરવામાં આવી હતી.ત્યારબાદ આ મામલે વેરાવળના વેપારી દ્રારા અરજી કરવામાં આવી હતી જે અરજીના આધારે રાજકોટ સીઆઇડી ક્રાઇમ દ્રારા વેરાવળથી પીપાવાવ પોર્ટ સુધીના રસ્તામાં ટ્રકમાંથી મચ્છીનો આ જથ્થો કાઢી લેનાર ટ્રક ચાલક સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો છે. ટ્રક ચાલકે ૧૧૫૦ કાર્ટુન મચ્છી કન્ટેનરમાંથી કાઢી લઈ તેની જગ્યાએ મીઠું ભરી દીધું હતું.





વેરાવળમાં ઘનશ્યામ પ્લોટ પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહેતા અને જલારામ કાલિદાસ એકસપોર્ટ નામની કંપની ધરાવનાર વેપારી કાલિદાસભાઇ પોચાભાઈ વણિક(ઉ.વ ૫૯ )દ્રારા સીઆઇડી ક્રાઇમ રાજકોટમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે યુપીના બલિયા જિલ્લાના શાહપુરના વતની ટ્રક ચાલક ઉસ્માન જબ્બર શેખનું નામ આપ્યું છે.





ફરિયાદમાં જણાવેલી હકીકત મુજબ, વેપારીની કંપનીનો વહીવટ તેમના મેનેજર રતન પ્રકાશ શ્રીરામ મિલન મૌર્ય ચલાવે છે તેઓને પોતાની માલિકીની બોટો આવેલી છે. ગત તારીખ ૫–૧૨૨૦૨૨ ના રોજ મેનેજર દ્રારા જાણ કરવામાં આવી હતી કે, ગત તારીખ ૩૦–૧૦–૨૦૨૨ ના કંપની તરફથી ટ્રક નંબર જીજે૪ ડબલ્યુ ૨૨૮૩ માં કન્ટેનરમાં ૨૬૦૦ કાર્ટુન એટલે કે કુલ ૨૬ ટન માછલી લોડ કરી જરી નિયમોનું પાલન કરી આ કન્ટેનર પીપાવાવ કોર્ટ મોકલવામાં આવ્યું હતું. અને ત્યાંથી આ માલ ચીનના ઝીંગ જેન પોર્ટ પર એકસપોર્ટ કરવાનો હતો. આ કન્ટેનર તારીખ ૧૧-૨-૨૦૨૨ ના ચીનના ઝીંગ જેન પોર્ટ પર પહોંચતા બાદમાં કન્ટેનરમાં ઇન્સ્પેકશન કરવામાં આવતા ત્યાની પોર્ટ ઓથોરિટીએ કન્ટેનરમાં કેટલોક નમકનો જથ્થો હોય તેમજ પાછળના ભાગે ૬૦૦ થી ૭૦૦ કાર્ટુન મછલીઓ ભરેલી છે જેનો કોવિડ ટેસ્ટ કરાતા તે પોઝિટિવ આવતા કન્ટેનરને કોરોન્ટાઇન કરી દેવામાં આવ્યું હતું. બાદમાં ફરી તારીખ ૧૪૧૨ ના રોજ આ મચ્છીનો જથ્થો ખરીદનાર વેપારી જેન વેન દ્રારા જાણ કરવામાં આવેલ કે પોર્ટ ઓથોરિટી દ્રારા આજરોજ ફરી કન્ટેનરને રી ઓપન કરાતા કોવીડ ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો અને કન્ટેનરમાંથી નમક તથા માછલીના જથ્થાને બહાર કાઢી સેનિટાઇઝ કરાયું હતું પરંતુ તેમાં માછલીનો જથ્થો ઓછો હોવાનું માલુમ પડું હતું.





બાદમાં આ બાબતે કંપનીના મેનેજર દ્રારા શિપિંગ લાઈન કંપનીના વેરાવળ બ્રાન્ચના હેડ મનીષભાઈ સુયાણીને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ જણાવવામાં આવેલ કે તેઓની જવાબદારી કન્ટેનરને પીપાવાવ પોર્ટ થી શીપમાં લોડ કરી ચીનના ઝીંગ જૈન પોર્ટ સુધી પહોંચાડવાની હોય છે તેમજ દીપકભાઈએ જણાવ્યું હતું કે જે ટ્રક મોકલેલ હતો તે ટ્રક પોરબંદર શ્રી હરી શિપિંગના માલિક ઠકરારભાઈ દ્રારા મોકલવામાં આવેલ હતો બાદમાં આઠ હકારભાઈનો સંપર્ક કરતા ડ્રાઇવરનું નામ ઉસ્માન જબર શેખ હોવાનું માલુમ પડું હતું પરંતુ તેણે જે ડ્રાઇવિંગ લાઇસન્સ રજૂ કયુ હતું તે નકલી હોવાનું માનવું પડું હતું.



જેથી આ કન્ટેનર વેરાવળથી પીપાવાવ પોર્ટ સુધી પહોંચાડવા દરમિયાન ડ્રાઇવરએ રસ્તામાં ટ્રકમાંથી ૧૧૫૦ કાર્ટૂન માછલી જેનું વજન ૧૧૫૦ કિલો કિંમત પિયા ૨૫,૨૯, ૭૮૬ થાય છે તે ચોરી કરી લઈ તેની જગ્યાએ મીઠું ભરી દીધું હતું ટ્રકને વેરાવળથી પોરબંદર પહોંચતા પાંચ કલાકનો સમય લાગતો હોય છે યારે આ ટ્રક ૯ કલાકે પહોંચ્યો હતો અને તેનું ટેમ્પરેચર પણ સામાન્ય કરતાં વધુ હોય જેથી કન્ટેનર રસ્તામાં ખોલવામાં આવ્યું હોવાનું પણ સ્પષ્ટ્ર થયું હતું. આ બનાવના લીધે ફરિયાદીને અંદાજે ૪૧.૫૦ લાખનું નુકસાન થયું હોય જેથી તેમણે સી ફડ એકસપોર્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાના રીજીયન પ્રમુખ કેતનભાઇ સુયાણીને વાત કરી હતી અને ત્યારબાદ સીઆઇડી ક્રાઇમમાં અરજી કરી હતી જેના આધારે આ ગુનો નોંધવામાં આવ્યો છે.



ચીનના ઝીંગ જેન પોર્ટ પર કન્ટેનર ૧૦ દિવસ કોરોન્ટાઈન કરાયું હતું
વેરાવળના એકસપોર્ટના ધંધાર્થીએ ચીનમાં માછલી ભરેલું કન્ટેનર મોકલ્યું હતું તે સમયે કોરોનાકાળ હોય અહીંના ઝીંગ જેન પોર્ટ પર ચેકિંગ કરાતા કોવિડ પોઝિટિવ આવતા કન્ટેનર ૧૦ દિવસ માટે કોરોન્ટાઇન કરવામાં આવ્યું હતું.



વેરાવળથી પીપાવાવ પહોંચતા ૫ કલાકના બદલે ૯ કલાક થયા
છેતરપિંડીની આ ફરિયાદમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, સામાન્ય રીતે વેરાવળથી કન્ટેનર ભરી પીપાવાવ પોર્ટ સુધી પહોંચાડવામાં પાંચ કલાક જેવો સમય લાગતો હોય છે પરંતુ આ ટ્રક ચાલકે કન્ટેનર પીપાવાવ પોર્ટ સુધી પહોંચાડવામાં નવ કલાક થઈ હતી.જેના પરથી સ્પષ્ટ્ર થયું હતું કે, રસ્તામાં તેણે માછલીનો આ જથ્થો કાઢી લઈ સગેવગે કરી દીધો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application