જામનગર મહાનગરપાલીકાના પટાંગણ ખાતે આવેલ ફાયર બ્રિગેડ શાખા ખાતે નેશનલ ફાયર ડેની ઉજવણી કરવામાં આવી હતી, આ તકે મ્યુ. કમિશ્નર ડી.એન. મોદી તથા જામનગર ફાયર બ્રિગેડના ચિફ ઓફીસર કે.કે. બિશ્નોઇ તેમજ અન્ય અધિકારીઓ અને ફાયર બ્રિગેડનો સ્ટાફ ઉપસ્થીત રહયો હતો દર વર્ષે ૧૪મી એપ્રીલના રોજ ફાયર-ડે નિમિતેઆયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આજે સવારે આ કાર્યક્રમ યોજાયો છે.