ફાયર બ્રિગેડની ટુકડીએ વયોવૃદ્ધને બહાર કાઢી સારવારમાં ખસેડયા : મીણબત્તી પેટાવાના કારણે આગ લાગી હોવાનું અનુમાન : પતંગીયા ફળીનો બનાવ
જામનગરમાં માંડવી ટાવર નજીક પતંગિયા ફળીમાં મકાનમાં ગત મોડી રાત્રીના અકસ્માતે આગ લાગતા અંદર રહેલા પ્રૌઢ શરીરે દાઝી ગયા હતા. ફાયર બ્રિગેડની ટુકડીએ સમયસર પહોંચી જઈ દાજી ગયેલા વયોવૃદ્ધને બહાર કાઢી લઇ તાત્કાલિક સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હોવાથી તેઓને બચાવી લેવાયા છે.
જામનગર શહેરના માંડવી ટાવર નજીક પતંગિયા ફળીમાં એકલવાયું જીવન જીવતા ભગવાનજીભાઈ જીવણદાસ રાયઠઠ્ઠા નામના વયોવૃદ્ધ કે જેઓના મકાનમાં ગઈકાલે રાત્રે ૨-૨૦ મિનિટે અચાનક આગ લાગી હતી, અને આગના લબકારાઓ દેખાતાં તેમના પાડોશમાં રહેતા લોકો સફાળા જાગી ગયા હતા, અને ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર શાખાની ટુકડી તાબડતોબ દોડી આવી હતી, અને મકાનમાં જઈને નિરીક્ષણ કરતાં અંદર ભગવાનજીભાઈ થોડા દાઝી ગયેલી અવસ્થામાં અર્ધ મૂર્છિત થઈને પડેલા મળી આવ્યા હતા. જેથી તેઓને સમયસર બહાર કાઢી લીધા હતા, અને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા, જ્યાં તેઓની સધન સારવાર ચાલી રહી છે.
વધુમાં જાણવા મળેલી વિગત મુજબ ભગવાનજીભાઈ કે જેઓનો પરિવાર વિદેશમાં રહે છે, અને હાલ તેઓ પોતાના મકાનમાં એકલા રહે છે. હાલમાં વિજતંત્ર દ્વારા તેનું જોડાણ કરટ કરવામાં આવ્યુ હતું અને રાત્રીના સુમારે તેઓએ અંજવાળા માટે મિણબતી પેટાવી હતી દરમ્યાન પુઠા અને કાગળોમાં અગ્ની અડી જતા આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહયું છે.
બીજી બાજુ ફાયર બ્રિગેડ શાખાના વારાભાઇ, ભરતભાઇ, જયંતીભાઈ, અને અજયભાઇ સહિતની ફાયર બ્રિગેડની ટુકડીએ સ્થળ પર પહોચીને કામગીરી હાથ ધરી હતી સાંકડી શેરીના કારણે થોડી મુશ્કેલી ઉભી થઇ હતી અને આજુબાજુમાથી પાણીની ડોલ વડે આગને ઠારવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech