BREAKING NEWS

રાજકોટ એસટી બસપોર્ટમાં ધૂમ્રપાન બદલ રૂા.૧૦૦, થૂંકનારને રૂા.૨૦૦નો દંડ ફટકારાશે

  • February 25, 2026 04:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ એસટી ડિવિઝનના નવનિયુકત વિભાગીય નિયામક એમ.પી.રાજ રાજકોટના ઢેબર રોડ એસટી બસપોર્ટમાં ગંદકી નિહાળી ભારે નારાજ થયા હતા અને બસપોર્ટમાં ધૂમ્રપાન કરનારને .૧૦૦ અને થૂંકનારને .૨૦૦નો દડં ફટકારવા હત્પકમ કર્યેા હતો. કત રાજકોટ બસપોર્ટ જ નહી પરંતુ ડિવિઝનના તમામ ડેપોમાં આ નિયમોનો કડક અમલ કરવા આદેશ જારી કર્યેા છે. આજથી જ આ નિયમનો કડક અમલ શ કરી બસપોર્ટમાં તેના સાઇન બોર્ડ પણ લગાવ્યા છે.
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ રાજકોટ વિભાગ દ્રારા સમગ્ર વિભાગના ૧૦ ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ અભિયાનને સાર્થક બનાવવા માટે રાજકોટ એસ.ટી. ડેપો ઉપર સ્વચ્છતા બાબતે મુસાફરોને સમજણ આપવામાં આવે છે તેમજ ટ્રાફિક કંટ્રોલર દ્રારા પણ સમયાંતરે એનાઉસમેન્ટ કરી મુસાફરોને સ્વચ્છતા રાખવા બાબતે અપીલ કરવામાં આવે છે. બસ સ્ટેશનમાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે વિભાગીય નિયામક એમ.પી.રાજ સહીતના અધિકારીઓ દ્રારા પણ અવાર–નવાર બસ પોર્ટ ની વિઝીટ કરી મુસાફરોની મુસાફરી સુગમ બની રહે તે માટે રાજકોટ એસ.ટી. વિભાગ સતત પ્રયત્નશીલ છે. બસ પોર્ટ માં દરેક જગ્યાએ ધુમ્રપાનની મનાઇ છે, થુંકવુ નહીં, ખિસ્સા કાતથી સવધાન વગેરે સાઇન બોર્ડ પણ મુકવામાં આવેલ છે. આમ છતાંપણ જો કોઇપણ વ્યકિત દ્રારા બસ સ્ટેશન કે બસોની અંદર ગંદકી ફેલાવતા હોવાનુ જણાશે તો તેઓની સામે હવે દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે. વિશેષમાં રાજકોટ વોલ્વો ડેપો મેનેજર એન.વી ઠુમ્મર તથા સિનિયર ડેપો મેનેજર જી.એચ.ચગના જણાવ્યા મુજબ વિભાગીય નિયામક એમ.પી.રાજના માર્ગદર્શન હેઠળ બસ સ્ટેશન, ડેપો પરિસર તથા બસની અંદર કચરો કરનારાઓ તેમજ ગંદકી ફેલાવનારાઓ સામે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પાન–મસાલાની પિચકારીઓ મારનારાઓને બક્ષવામાં નહીં આવે. ધૂમ્રપાન કરનાર વ્યકિત પાસે થી પિયા ૧૦૦નો દડં વસૂલવામાં આવશે, યારે યાં ત્યાં થૂંકનાર વ્યકિત સામે .૨૦૦નો દડં વસૂલવામાં આવશે. અન્ય રીતે ગંદકી ફેલાવનારાઓ સામે પણ તરત જ દંડનાત્મક કાર્યવાહી હાથ ધરાશે. આથી મુસાફરોને સ્પષ્ટ્ર સૂચનાઓ આપવામાં આવી છે કે દરેક વ્યકિતએ પોતાનો કચરો માત્ર નિયત કરેલી કચરાપેટીમાં જ નાંખવો અને જાહેર સ્થળોએ સ્વચ્છતા જાળવવી.ગંદકી કરતા ઝડપાઈ જનાર વ્યકિત સામે કડક દંડાત્મક કાર્યવાહી હાથ ધરાશે. અભિયાનનો હેતુ બસ સ્ટેશન અને બસોમાં સ્વચ્છતા જાળવી રાખવાનો છે જેથી મુસાફરોને સ્વચ્છ, સુરક્ષિત અને સુવિધાસભર મુસાફરીની સુવિધા મળી રહે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application