કેન્સર અને સાયલન્ટ હાર્ટ એટેકનો ડર લોકોને બનાવી રહ્યો છે શાકાહારી, પ્લાન્ટ બેઇઝ્ડ માંસની માંગ વધી 

  • July 31, 2023 02:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

મહાનગરોમાં વેજ. પિઝા, બર્ગર, પાસ્તા અને અન્ય ફાસ્ટ ફૂડનું વેચાણ 70 % વધ્યું 

વિશ્વ કક્ષાએ ભારત 39% શાકાહારી, કોરોના પછી ચાઇનાના લોકોમાં પણ માંસાહારનું પ્રમાણ ઘટ્યું 


કોરોના પછી, સાયલન્ટ હાર્ટ એટેક અને સતત વધી રહેલા કેન્સરના ભયને કારણે વિશ્વમાં શાકાહારી ખોરાકનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. ધ ગ્રેટ ગ્રીન વોલ 2023ના અભ્યાસ મુજબ, શાકાહારીઓને હાર્ટ એટેક આવવાની શક્યતા 32 ટકા ઓછી છે અને કેન્સર થવાની શક્યતા 17 ટકા ઓછી છે.


યુકે સ્થિત માર્કેટિંગ રિસર્ચ અને ડેટા એનાલિસિસ ફર્મ YouGov દ્વારા તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 2022માં 65 ટકા ભારતીયોએ શાકાહારી આહાર પસંદ કર્યો છે. કારણ સ્પષ્ટ છે કે શાકાહારી ખોરાકમાં વધુ ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ, પોટેશિયમ, મેગ્નેશિયમ, ફોલેટ, વિટામિન એ, સી અને ઈ સારી માત્રામાં હોય છે, જે લગભગ 120 રોગોને દૂર રાખે છે. ફૂડપાંડાના જુલાઈ 2023ના સંશોધન મુજબ, કોરોના પછી, દેશના મહાનગરોમાં શાકાહારી પિઝા, બર્ગર, પાસ્તા અને અન્ય ફાસ્ટ ફૂડનું વેચાણ 70 ટકા સુધી પહોંચી ગયું છે, જે અગાઉ 50 ટકાથી નીચે હતું. સાઉથ ચાઇનાના એક અહેવાલ અનુસાર, 47 ટકા ચાઇનીઝ લોકો હવે ફળો અને શાકભાજીનું સેવન કરે છે. અહીં શાકાહારી રેસ્ટોરન્ટ ઈન્ડસ્ટ્રીમાં કોરોના પછી 36 ટકાનો વધારો થયો છે.


દેશમાં પ્લાન્ટ બેઇઝ્ડ માંસની માંગ વધી 

પ્રોપર્ટી બ્રોકિંગ કંપની નિર્મલ બંગના સર્વે અનુસાર, ભારતીય બજારમાં પ્લાન્ટ આધારિત માંસનો કારોબાર વર્ષ 2021માં $400 મિલિયન હતો, જેમાં હવે વધારો થયો છે અને ત્રણ વર્ષમાં $500 મિલિયન સુધી પહોંચવાની આશા છે. તેને મુખ્યત્વે માંસ વિનાનું માંસ કહેવામાં આવે છે અને તે સંપૂર્ણપણે છોડના પ્રોટીન, જેકફ્રૂટ અને અન્ય ફળોમાંથી બનાવવામાં આવે છે.


ઘણા દેશો બની રહ્યા છે શાકાહારી

ફોર્બ્સ અનુસાર, અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જર્મની, સિંગાપોર, પોલેન્ડ, ઇટાલી અને ઇઝરાયેલ માંસ છોડીને શાકાહાર તરફ આગળ વધી રહ્યા છે. અમેરિકામાં 2 વર્ષમાં 700% શાકાહારીઓ વધ્યા છે. યુકેમાં શાકાહારી ખોરાકની માંગ પહેલાની સરખામણીમાં 1000% વધી છે. 


સંશોધનમાં સામે આવ્યા શાકાહારના ફાયદા


18% બાળકોનું મન તેજ 

સ્ત્રીઓમાં 8% ઓછું ગર્ભપાત

કેન્સરનું જોખમ 12% ઓછું 

હૃદય રોગનું જોખમ 40% ઓછું

ટાઈપ 2 ડાયાબિટીસ 50% સુધી ઘટે છે

શાકાહાર વજન ઘટાડવામાં અસરકારક છે

ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં 63% ઘટાડો 

એક ટ્રિલિયન ડોલરની વાર્ષિક બચત



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application