દીકરો ભાજપમાં જોડાતા પિતાનો ગુસ્સો સાતમા આસમાને, પૂર્વ કેન્દ્રીય મંત્રી એ.કે. એન્ટોનીની પ્રતિક્રિયા આવી સામે

  • April 06, 2023 10:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજરોજ કોંગ્રેસના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી એ.કે. એન્ટોનીના પુત્ર અનિલ એન્ટની બીજેપીમાં જોડાયા છે. આ પછી પિતા એ.કે. એન્ટોનીની પહેલી પ્રતિક્રિયા આવી. તેણે પુત્રના નિર્ણય પર દુખ અને રોષ વ્યક્ત કર્યો છે.

તિરુવનંતપુરમમાં મીડિયા સાથે વાત કરતા એકે એન્ટનીએ કહ્યું, “અનિલના ભાજપમાં જોડાવાના નિર્ણયથી મને દુઃખ થયું છે. આ ખૂબ જ ખોટો નિર્ણય છે. ભારતનો આધાર એકતા અને ધાર્મિક સમરસતા છે. 2014 પછી, જ્યારથી મોદી સરકાર સત્તામાં આવી છે, ત્યારથી તેઓ વિવિધતા અને બિનસાંપ્રદાયિકતાને નબળી પાડી રહ્યા છે. ભાજપ માત્ર એકરૂપતામાં માને છે, તેઓ દેશના બંધારણીય મૂલ્યોને નષ્ટ કરી રહ્યા છે." એકે ​​એન્ટોનીએ એમ પણ કહ્યું, "મારી વફાદારી હંમેશા 'નેહરુ પરિવાર' સાથે રહેશે."

અનિલ એન્ટોનીએ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, વી મુરલીધરન, કેરળ બીજેપી અધ્યક્ષ કે સુરેન્દ્રનની હાજરીમાં બીજેપીનું સભ્યપદ લીધું. અનિલે ભાજપમાં જોડાવાનું કારણ પણ જણાવ્યું. તેમણે કહ્યું, "એક ભારતીય યુવા તરીકે, મને લાગે છે કે રાષ્ટ્ર નિર્માણ અને રાષ્ટ્રીય એકીકરણના વડા પ્રધાનના વિઝનમાં યોગદાન આપવું એ મારી જવાબદારી અને ફરજ છે." 

આ મામલે પ્રદેશ કોંગ્રેસે અનિલ પર તેના પિતા અને દિગ્ગજ કોંગ્રેસી એકે એન્ટની પર વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application