ઘોર કળિયુગની પ્રતિતિ કરાવતા શર્મનાક કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે, સગીરવયની બાળકીઓ ઉપર દુષ્કર્મ આચરવામાં આવી રહ્યાના અતિ ગંભીર બનાવો વચ્ચે દીકરીઓ જાણે ઘરમાં જ અસુરક્ષિત હોય તેમ બગસરા પંથકનો માથું ઝુકાવી દેતો બનાવ સામે આવ્યો છે. પંથકની 16 વર્ષની સગીર દીકરી ઉપર સગ્ગા બાપે જ એકવાર નહિ વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ચકચાર મચાવતી ઘટના બની છે. નરાધમ પિતા સગીર દીકરી ઉપર છેલ્લા બે મહિનાથી કુકર્મ ગુજારી રહ્યો હતો અને આ બાબતે કોઈને કહીશ તો મારી નાખવાની ધમકી પણ આપી હતી. સમગ્ર ઘટના સગીરાએ તેણીના ફઈને જણાવતા સગ્ગા ભાઈના કાળા કરતૂત સાંભળી બહેનના પગનીચેથી જમીન સરકી ગઈ હતી અને તાકીદે બગસરા પોલીસમાં જઈ સમગ્ર હકીકત જણાવતા પોલીસે 40 વર્ષીય નરાધમ પિતા સામે ગુનો નોંધી સંકજામાં લીધો છે. ઘટનાને પગલે સમગ્ર બગસરા પંથકમાં હવસખોર પિતા સામે ફિટકાર વરસી રહ્યો છે.
આ બનાવની મળતી વિગત મુજબ બગસરા પંથકમાં પિતા સાથે રહેતી અને અભ્યાસ કરતી 16 વર્ષની સગીરાએ તેની સાથે છેલ્લા બે મહિનાથી પિતા વારંવાર બળાત્કાર કરી રહ્યા હોવાની વાત બહારગામ રહેતા ફઈ ઘરે આવ્યા ત્યારે કરતા પિતાની પાપલીલાનો ભંડાફોડ થયો હતો અને ફઈએ દીકરીને હિંમત આપતા બંને બગસરા પોલીસ સ્ટેશનએ પહોંચી પોલીસને હકીકત વર્ણવતા પોલીસે સગીરાનું નિવેદન નોંધી તેના ફઇની ફરિયાદના આધારે સગ્ગા ભાઈ સામે ગુનો નોંધી સંકજામાં લીધો છે. સગીરાએ પોલીસ સમક્ષ કેફિયત આપી હતી કે, 10 વર્ષ પહેલા માતા-પિતાના છૂટાછેડા થઇ જતા હું પિતા સાથે રહેતી હતી. છેલ્લા બે મહિનાથી પિતા મારકૂટ કરી મારી સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજારતા હતા અને આ બાબતે કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ફઈ ઘરે આવતા સગીરાએ તેને સાથે લઇ જવા માટે કહ્યું હતું કારણ કે બે મહિનાથી પિતા ન કરવાનું કરી રહ્યા છે. આ વાત જણાવતા સમગ્ર હકીકત બહાર આવી હતી. પોલીસે સગીરાનું મેડિકલ ચેકઅપ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઠી પંથકમાં 13 વર્ષીય તરુણી સાથે બળજબરીનો પ્રયાસ
લાઠી પંથકની 13 વર્ષીય તરુણીને પ્રકાશ હકુભાઇ સાવડીયાએ રાત્રીના સમયે તરૂણીનો હાથ પકડી બથ ભરી બળજબરીનો પ્રયાસ કરતા તરુણીએ દેકારો કરી ધક્કો મારી ભાગી છૂટી હતી. બીજા દિવસે શખ્સ મોટર સાયકલ લઇ ફરી તરુણીનો હાથ પકડી પોતાની સાથે મોટર સાયકલમાં બેસી જવાનું કહી બાળજબરીનો પ્રયાસ કર્યો હતો. શખસ અવાર-નવાર પીછો કરી હેરાન કરતો હોવાથી અંતે સગીરાના પિતાની ફરિયાદના આધારે શખ્સ સામે લાઠી પોલીસે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોંઘવારીનો વધુ એક માર: અમૂલ દૂધના ભાવમાં આજ મધરાતથી 2 રૂપિયાનો વધારો લાગુ
April 30, 2025 07:45 PMસુરત શિક્ષિકા-વિદ્યાર્થી કેસ મામલે નવો વળાંક, ફરવા ગયા હોવાનો દાવો
April 30, 2025 07:02 PMરાજકોટ 44.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, છ શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન
April 30, 2025 07:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech