લોધીકાના ખેડૂતોની વાડી, ખેતરના પાણીનો નિકાલ બંધ કરી દેવાતા ખેડૂતોમાં રોષ

  • June 08, 2023 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોધિકાના ખેડૂતોની વાડી-ખેતરના પાણીનો નિકાલ બંધ કરી દેવાતા પાણીનો ભરાવો થવાની દહેશત સાથે કલેકટરને ઉગ્ર રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવ્યું હતું કે, લોધિકા ગામમાં સર્વે નંબર ૪૦૬થી અશોકભાઇ વશરામભાઇ વસોયા તેમજ શૈલેશભાઇ વશરામભાઇ વસોયા તેમજ લોધિકા ગામમાં ૪૧૧થી યોગેશભાઇ તેજાભાઇ વસોયા તેમજ કૈલાશભાઇ તેજાભાઇ વસોયા જમીન પોતાની માલિકીની ધરાવે છે તો અમારે સર્વે નંબર ૪૦૫ અને ૪૦૭ની વચ્ચેથી નીકળે છે અને તે રસ્તામાં અમારું પાણીનો નિકાલ હતો અને તે નિકાલ હાલ બંધ કરી દીધેલ છે અને તેમજ સર્વે નંબર ૪૦૫ વાળી જમીન સુરેશભાઇ રાજાભાઇ વાંક ધરાવે છે અને સર્વો ૪૦૭ વાળી જમીન પટેલ મગનભાઇ ડાયાભાઇ (વસોયા) વિગેરે ૫ અરજદાર ધરાવે છે અને આ જે પાણીનો નિકાલ બંધ કરેલ છે તે પાણીનો નિકાલ અમારો વર્ષો જુનો હોઇ તે સર્વે નંબર ૪૦૫ અને ૪૦૭ના બન્ને શેઢાની વચ્ચે વર્ષ જુનો રસ્તો આવેલ હતો તે રસ્તામાં અમારો પાણીનો નિકાલ હતો તે નિકાલ બંધ કરેલ છે, કોના દ્વારા આ પાણીનો નિકાલ બંધ કરેલ છે તે અમોને ખબર નથી. તો જે આ તત્વોએ પાણીનો નિકાલ બંધ કરેલ છે તેમની તપાસ કરીને તેમની સામે કડક કાર્યવાહી કરવા જણાવાયું છે.બંધ કરેલ પાણીનો નિકાલ તંત્ર દ્વારા દસ દિવસમાં ખુલ્લો કરવામાં નહીં આવે તો અને ચોમાસામાં ખેતર-વાડીમાં પાણી ભરાતા અને જે કંઇ નુકસાની થશે તો તેની જવાબદારી મામલતદાર કચેરીને રહેશે તેવું ખેડૂતો કહી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application