જામજોધપુરનો ખેડૂત પરિવાર 'ગોબર ધન યોજના’થી ખુશખુશાલ

  • May 24, 2023 04:58 PM 

'ગોબર ધન યોજના’ મારફતે ગ્રામજનોને આર્થિક રીતે સ્વનિર્ભર બનાવવા માટે રાજ્ય સરકારનો સરાહનીય પ્રયાસ
 

જામનગર જિલ્લાના લખમણભાઈનો પરિવાર બાયોગેસ પ્લાન્ટના ફાયદાઓથી છે ખુશખુશાલ

''એલ. પી. જી. ગેસમાં લીકેજ થવાની સંભાવના છે, તે ગોબર ગેસ પ્લાન્ટમાં જોવા મળતી નથી.'' : લાભાર્થી  લખમણભાઈ ગાગીયા


'ગોબર ધન યોજના' એ પશુઓના છાણ, કૃષિજન્ય કચરામાંથી બાયોગેસ બનાવવાની દિશામાં ઉઠાવવામાં આવેલું એક મહત્વપૂર્ણ પગલું છે. ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવા માટે બાયોગેસ પ્લાન્ટ એક શક્તિશાળી માધ્યમ બન્યું છે. ગોબર ધન યોજના એ પર્યાવરણ અનુકુલિત યોજના છે. પશુઓના છાણાંનો ઈંધણ તરીકે ઉપયોગ કરવાથી ‎ધુમાડો ઉત્પન્ન થાય છે‎, જેનાથી પર્યાવરણમાં પ્રદુષણ થાય છે. જો છાણનો બાયોગેસ પ્લાન્ટમાં ઉપયોગ કરવામાં આવે તો પ્રદુષણ ઓછું થાય છે, અને સાથે- સાથે સમયનો પણ બચાવ થાય છે.
 


જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના કરશનપર ગામમાં રહેતા લાભાર્થી  લખમણભાઈ ગાગીયા જણાવે છે કે, તેઓના પરિવારમાં 4 સભ્યો છે. હાલમાં તેમની રોજગારીનું માધ્યમ ખેતી છે. આખો દિવસ ખેતરમાં કામ કરીને ઘરે આવ્યા બાદ ચૂલામાં રસોઈ બનાવવી મુશ્કેલ છે. તેમનું અત્યારે નળિયાંવાળું કાચું મકાન છે. તેથી જો વરસાદ વધુ પડે, તો પાણી અંદર ટપકે એટલે ચૂલામાં રસોઈ સરખી રીતે ના બને.
 


તેમણે આગળ જણાવ્યું કે, તેમને ગોબર ધન યોજના હેઠળ વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ મુકાવવા અંગેની જાણકારી મળતા તેમણે અરજી કરી હતી. અરજી કર્યા બાદ તેઓને હકારાત્મક પ્રતિભાવ મળ્યો છે, અને તેમના ખેતરમાં ગોબર ગેસ પ્લાન્ટ બનાવી આપવામાં આવ્યો હતો. ગોબર ધન યોજના હેઠળ આજે તેમનો પ્લાન્ટ ખુબ સારી રીતે સક્રિય છે, અને તેના થકી તેઓને આજે ધુમાડામાંથી અને અન્ય આર્થિક બોઝમાંથી મુકિત મળી છે.



લાભાર્થી  લખમણભાઈ આ યોજના અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તેમજ રાજ્ય સરકારશ્રીનો આભાર વ્યક્ત કરતા જણાવે છે કે, તેમના ઘરે નાના બાળકો છે. તેથી મોડર્ન એલ. પી. જી. સિલિન્ડરમાં અકસ્માત થવાનો ભય રહે છે. તેમના ખેતરમાં હવે બાયોગેસ પ્લાન્ટ હોવાથી ઘરમાં લીકેજ કે અકસ્માત થવાનો ભય રહ્યો નથી. આ યોજના દરેક ખેડૂત અને પશુપાલકો માટે લાભદાયી છે, તેવું અંતમાં જણાવે છે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application