વિદેશમંત્રી જયશંકરે બિલાવલની હાજરીમાં મોઢામોઢ સંભળાવ્યું : આતંકીઓનું ફંડિંગ રોકવાની જરૂર

  • May 05, 2023 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ગોવાની SCO બેઠકને સંબોધન : હજુ આતંકવાદને હરાવી શકાયો નથી


ગોવામાં ચાલી રહેલી ૮ દેશોના વિદેશમંત્રીઓની બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ.જયશંકરે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની હાજરીમાં સ્પષ્ટ કહ્યું હતું કે, આતંકીઓનું ફંડિંગ રોકવું ખુબ જ જરૂરી છે.



એસ જયશંકરે કહ્યું હતું કે, હજુ આતંકવાદને હરાવી શકાયો નથી. આપણે બધા સાથે મળીને આતંકવાદ સામે લડીશું તો જ પરિણામ આવશે. . મીટિંગની શરૂઆત પહેલા જયશંકરે પાકિસ્તાનનું નામ લીધા વિના આતંકવાદ પર સ્પષ્ટ વાત કરી હતી. પોતાના નિવેદનમાં જયશંકરે કહ્યું કે આતંકવાદનું ફંડિંગ રોકવાની જરૂર છે. જયશંકર જ્યારે આ નિવેદન આપી રહ્યા હતા ત્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો પણ તેમની સામે બેઠા હતા.




આ પૂર્વે ગોવામાં શાંઘાઈ કોઓપરેશન કોન્ફરન્સ (SCO) દરમિયાન ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર અને ચીનના વિદેશ પ્રધાન ચિન ગાંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. જેમાં ભારત-ચીન એલએસી અને સરહદી મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. વાસ્તવમાં છેલ્લા બે મહિનામાં બંને નેતાઓ વચ્ચે આ બીજી દ્વિપક્ષીય બેઠક છે.]




ચીનના વિદેશ મંત્રી માર્ચમાં જી-20 વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ભારત આવ્યા હતા. આ દરમિયાન એસ જયશંકરે ચીનના વિદેશ મંત્રીને કહ્યું હતું કે પૂર્વી લદ્દાખમાં લાંબા સમયથી ચાલી રહેલા સરહદ વિવાદને કારણે ભારત-ચીન સંબંધોની સ્થિતિ 'અસામાન્ય' છે. જૂન 2020 માં ગલવાન ઘાટીમાં ભીષણ અથડામણ પછી ભારત અને ચીન વચ્ચેના સંબંધો ખૂબ જ તણાવપૂર્ણ બની ગયા છે.



ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે ટ્વીટ કર્યું હતું કે "ચીનના સ્ટેટ કાઉન્સિલર અને વિદેશ મંત્રી સાથે અમારા દ્વિપક્ષીય સંબંધો પર વિગતવાર ચર્ચા કરી હતી. અમારું ધ્યાન બાકીના મુદ્દાઓને ઉકેલવા અને સરહદી વિસ્તારોમાં શાંતિ સુનિશ્ચિત કરવા પર છે." આ સાથે અમે SCO, G20 અને BRICS પર પણ ચર્ચા કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application