BREAKING NEWS

ખંભાળિયા નગરપાલિકાની નવનિયુક્ત ટીમને આવકારવા વ્યાપક આતશબાજી

  • May 22, 2026 01:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા નગરપાલિકાની નવનિયુક્ત ટીમને આવકારવા વ્યાપક આતશબાજી

ભાજપ શાસિત ખંભાળિયા નગરપાલિકામાં મંગળવારે નવા હોદ્દેદારો સતારૂઢ થયા છે. ત્યારે પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની કરાયેલી વરણી બાદ આ તમામ હોદ્દેદારોને આવકારવા આતશબાજી કરી, સૌના મોં મીઠા કરાવાયા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની મહત્વની એવી ખંભાળિયા નગરપાલિકામાં ૩૬ પૈકી નોંધપાત્ર ૩૦ બેઠકો મેળવી અને ભાજપે વધુ એક વખત સત્તાનું સુકાન સંભાળ્યું છે. છેલ્લા આશરે અઢી દાયકા જેટલા સમયથી ખંભાળિયા નગરપાલિકામાં ભાજપનું વર્ચસ્વ રહ્યું છે. ત્યારે વધુ એક વખત ભાજપને તોતિંગ લીડ સાથે સ્પષ્ટ બહુમતી મળતા મંગળવારે પાલિકાના નવા સુકાનીઓની વરણી માટેની ખાસ બેઠક યોજવામાં આવી હતી. જેમાં આગામી અઢી વર્ષના પ્રમુખ પદ માટે વિજયભાઈ નારણભાઈ કણજારીયા, ઉપપ્રમુખ તરીકે આશાભાઈ લુણા, કારોબારી ચેરમેન તરીકે રાજ અમૃતલાલ પાબારી, દંડક તરીકે ઋષિ કિરીટભાઈ ખેતિયા અને શાસક જૂથના નેતા તરીકે હંસાબા ભીખુભા જેઠવાની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી હતી. ગઈકાલે બપોરે નવા હોદ્દેદારો નિમાયા બાદ આ હોદ્દેદારોનું ફૂલો તથા ઢોલ-ત્રાસા સાથે વિજય સરઘસ નીકળ્યું હતું. 

આટલું જ નહીં, મંગળવારે રાત્રે પોસ વિસ્તાર એવા નવાપરા ખાતે નવનિયુક્ત પ્રમુખ વિજયભાઈ કણજારીયાની ઓફિસ પાસે આતશબાજી અને ફટાકડાની રમઝટ બોલાવવામાં આવી હતી. આ ઉપરાંત ઉપસ્થિત સૌના મોં મીઠા કરાવવામાં આવ્યા હતા. આ સમયે નવનિયુક્ત હોદ્દેદારો સાથે પાલિકા સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેને સૌ કોઈએ આવકારી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. 

આ ઉજવણીમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી તથા સતવારા અગ્રણી શૈલેષભાઈ કણજારીયા, પૂર્વ જિલ્લા મહામંત્રી અને રઘુવંશી જ્ઞાતિના ટ્રસ્ટી દિનેશભાઈ દતાણી, અનિલભાઈ તન્ના, શહેર ભાજપ પ્રમુખ મિલનભાઈ કિરતસાતા, પત્રકાર રમણીકભાઈ રાડીયા, જયસુખભાઈ પીંડારાવારા, કિશોરભાઈ દતાણી, સહિતના હોદ્દેદારો, આગેવાનો તથા નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application