ઐતિહાસિક ચલણી સિક્કાઓ-ચલણી નોટોનું પ્રદર્શન : મૌર્યકાળથી લઈને બ્રિટિશરાજ તેમજ વર્તમાન સિક્કાઓનો સંગ્રહ

  • July 25, 2023 08:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટની શ્રી કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે ઐતિહાસિક ચલણી સિક્કાઓ તેમજ ચલણી નોટોનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેને શાળાની વિદ્યાર્થિનીઓએ રસપૂર્વક નિહાળ્યું હતું.
    




રાજકોટમાં રહેતા નરેન્દ્રભાઈ સોલંકી દેશ-વિદેશના અને જૂના-નવા સિક્કાઓનો સંગ્રહ કરવાનો શોખ ધરાવે છે. તેઓ છેલ્લા ૪૦ વર્ષથી વિવિધ સિક્કાઓ અને ચલણી નોટો એકત્ર કરી રહ્યા છે. તેમના દ્વારા આયોજિત આ પ્રદર્શનમાં ૨૨૦થી વધુ દેશોના સિક્કાઓ તથા ચલણી નોટ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી. જેમાં મૌર્યકાળ, ચંદ્રગુપ્ત દ્વિતીયના કાળના સિક્કાઓથી લઈને મોગલ કાળ, સલ્તનત કાળ, પોર્ટુગીઝ રાજના સમયના સિક્કાઓ, બ્રિટિશકાલીન ભારતના ૧૮૩૫થી લઈને ૧૯૪૭ સુધીના વિવિધ ચલણી સિક્કાઓ તેમજ ૧૯૪૭થી લઈને વર્તમાન સમયના સિક્કાઓ પ્રદર્શનમાં રાખવામાં આવ્યા હતા. જેને વિદ્યાર્થિનીઓએ રસપૂર્વક નિહાળ્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક અનોખી ફ્રેમ પણ તૈયાર કરી છે. જેમાં ૧૯૫ દેશના સિક્કાઓ તેમજ વડાપ્રધાન મોદી ૭૨ વર્ષના હોવાથી તેમના ફોટોવાળા ૭૨ સિક્કાઓ પણ ગોઠવ્યા છે.
    




નરેન્દ્રભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૪૦ કરતાં વધુ વર્ષથી આ સિક્કાઓનો સંગ્રહ કરે છે. ભારતમાં આવતા વિદેશીઓ તેમજ વિદેશમાં જતા લોકો પાસેથી તેઓ આ ચલણી સિક્કાઓ તથા નોટો મેળવે છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application