વેરાવળમાં ૨૧ તોલા સોનાના દાગીના, રોકડની ચોરીના ગુનામાં પૂર્વ ભાગીદાર ૬.૬૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો

  • February 02, 2023 07:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળ શહેરમાં ૨૧ તોલા સોનાના દાગીના તથા રોકડ રકમ મળી કુલ રૂા.૧,૨૫,૦૦૦ ની ચોરી થયેલ જે ઘરફોડ ચોરીનો ભેદ એલ.સી.બી. બ્રાન્ચે ઉકેલી એક આરોપીને રૂા.૬,૬૫,૯૧૦ ના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
​​​​​​​
વેરાવળમાં આવેલ અલીભાઇ સોસાયટી વિસ્તારમાં રહેતા મહમદ હુસેન ફારૂકભાઇ અયબાણી ના પરીવારજનો લગ્ન પ્રસંગે બહારગામ હોય તે દરમ્યાન ઘરમાંથી ૨૧ તોલા સોનાના દાગીના તથા રોકડ રકમ રૂા.૧,૨૫,૦૦૦ ના મુદામાલની ચોરી થયેલ હોવાની ફરીયાદ પોલીસમાં નોંધાયેલ હતી. આ બનાવ અંગે જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મયંકસિંહ ચાવડા, જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા દ્વારા આરોપીને ઝડપવા સુચના આપેલ જે અનુસંધાને એલ.સી.બી. ના પો.ઇન્સ એ એસ ચાવડાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી પો.ઇન્સ. એ.એસ.ચાવડા, પો.સબ ઇન્સ. વી.કે.ઝાલા, એ.એસ.આઇ. અજીતસિંહ પરમાર, લાલજીભાઇ બાંભણીયા, નરેન્દ્રભાઇ કછોટ, રામદેવસિંહ જાડેજા, મેસુરભાઇ વરૂ, પો.હેડ.કોન્સ. નરેન્દ્રભાઇ પટાટ, નટુભા બસીયા, ભાવેશભાઇ મોરી, ભુપેન્દ્રસિંહ ચાવડા, દેવીબેન રામ, પો.કોન્સ. વિનયભાઇ મોરી, વીરાભાઇ ચાંડેરા, રાજુભાઇ પરમાર, નેત્રમ ઇન્ચાર્જ મનીષાબેન ઝાલા, જુનીયર એન્જીનીયર વિશાલભાઇ ડાંગર, પો.કોન્સ હીરાભાઇ વાળા, તથા ટીમ પી.એસ.આઇ. એ.સી.સિંધવ, એ.એસ.આઇ. પીઠરામભાઇ માંગાભાઇ જેઠવા, પો.હેડ.કોન્સ. મેરામણભાઇ શામળા તેમજ નેત્રમ ટેકનીકલ ટીમના માણસોની જુદી-જુદી ટીમો બનાવી ખાનગી બાતમીદારો, સીસીટીવી કેમેરા, ટેકનીકલ એનાલીસીસ, તેમજ અન્ય હયુમન સોર્સથી માહિતી એકત્રિત કરી ૨૫ દિવસ સુધી સતત કાર્યશીલ રહી આ ગુન્હાનો ભેદ ઉકેલવા પ્રયત્નો કરવામાં આવેલ જેમાં બાતમીદારો દ્વારા મળેલી બાતમીના આધારે તેનું ટેકનીકલ એનાલીસીસ નેત્રમ ઇન્ચાર્જ એ.એસ.આઇ. એમ.પી.ઝાલા, જુનીયર એન્જીનીયર વિશાલભાઇ ડાંગર, પો.કોન્સ. હીરાભાઇ વાળા ની સંયુકત ટીમે કરતા એકત્રીત થયેલ માહીતીના આધારે મેરીટાઇમ બોર્ટની ઓફીસની બાજુમાં ગેઇટ પાસેથી આરીફ યુસુફભાઇ મુગલ ઉ.વ.૩૯ રહે.બહારકોટ લાબેલા રોડ શબાના કોમ્પલેક્ષ વાળાને પકડી પાડી આ ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી મહતમ મુદામાલ રીકવર કરવામાં આવેલ જેમાં સોનાના કંગન નંગ ૦૨, સોનાની લેડીઝ વીંટી નંગ ૦૫, સોનાની જેન્ટસ વીટી નંગ ૦૨, સોનાનું ડોકીયું નંગ ૦૧ બુટી સાથે - ૨૦.૮૫૦ મીલી.ગ્રામ, ૩૬.૬૦૦ મીલી.ગ્રામ પેન્ડલ સેટ નંગ- ૦૧ બુટી સાથે ૪.૦૨૦ મીલી.ગ્રામ, સોનાના હાર નંગ ૦૧ બુટી સાથે, સોનાના હાર નંગ ૦૧ બુટી સાથે મળી કુલ વજન ૧૭૩.૬૭ મીલીગ્રામ, મોટર સાયકલ, મોબાઇલ ફોન તથા રોકડા રૂા.૮૦૯૧૦ મળી કુલ મુદામાલ રૂા.૬,૬૫,૯૧૦ નો ઝડપેલ છે અને આ આરોપી આરીફ મુગલ અગાઉ ફરીયાદીના પિતા ફારૂકભાઇ સાથે આરબચોકમાં અનાજ કરીયાણાના ધંધામાં જુનો ભાગીદાર હોય જેથી તેમની નાણાકીય કેપેસીટીથી વાકેફ હોય તેમજ હાલમાં પણ મહમદ હુસેનના પિતા સાથે ઉઠક બેઠક કરતો હોય તે દરમ્યાન તેને જાણવા મળેલ કે આ પરીવારના સભ્યો લગ્ન પ્રસંગમાં બહારગામ ગયેલ હોય અને ઘરે રોકાયેલ પુત્ર-પિતાનો દુકાને જવાનો અને પાછા આવવાના સમયથી પોતે સારી રીતે વાફેક હોય તેથી ઘરની રેકી કરી શુક્રવારના દિવસે નમાજ પઢવાના સમયે સોસાયટીના મોટાભાગના લોકો મસ્જીદમાં હોય ત્યારે સાંજના સમયે ઘરમાં અગાસી વાટે પ્રવેશ કરી ખુલ્લો રહી ગયેલ ઉપરના દરવાજામાંથી ઘરમાં નીચે પ્રવેશ કરી કબાટના તાળા તોડી સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરેલ હોવાનું પુછપરછમાં જણાવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application