બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ BSFએ ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર હાઈ એલર્ટ જાહેર કર્યું છે. બાંગ્લાદેશના સેના પ્રમુખ જનરલ વકાર-ઉઝ-ઝમાને કહ્યું કે, વચગાળાની સરકાર ચાર્જ સંભાળશે. બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલનના આયોજકોએ નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસને વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
બાંગ્લાદેશમાં ફસાયેલા 190 કર્મચારીઓ સ્વદેશ પરત ફર્યા
બાંગ્લાદેશમાં ફસાયેલા ભારતીય હાઈ કમિશનના કર્મચારીઓને એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ દ્વારા ભારત લાવવામાં આવ્યા છે. ભારતીય હાઈ કમિશનના 190 કર્મચારીઓ બાંગ્લાદેશથી ભારત પરત ફર્યા છે. લગભગ 30 કર્મચારીઓ હજુ પણ ઢાકામાં છે. એર ઇન્ડિયા બુધવારે દિલ્હીથી ઢાકા સુધીની તેની નિર્ધારિત ફ્લાઇટ્સનું સંચાલન કર્યું છે. ત્યારે આ દરમ્યાન ઢાકાથી એર ઈન્ડિયાની ફ્લાઈટ દિલ્હી પહોંચી ગઈ છે.
બાંગ્લાદેશમાં ફસાયેલા 19,000 ભારતીયોની સુરક્ષા મહત્વપૂર્ણ: પ્રિયંકા ચતુર્વેદી
બાંગ્લાદેશની સ્થિતિ પર, શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, "આશા છે કે ત્યાં શક્ય તેટલી વહેલી તકે સ્થિરતા અને શાંતિ હશે." શું તેઓ ભારત પાછા ફરે ત્યાં સુધી તેમના માટે સલામત વાતાવરણ કેવી રીતે બનાવી શકાય?
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાના કાલાવડમાં તમાકુ નિયંત્રણ સેલ દ્વારા ચેકિંગ હાથ ધરાયું
November 23, 2024 06:25 PMજો શરીરમાં આ લક્ષણો દેખાય છે,તો અવગણવા નહિ હોય શકે છે કેન્સર
November 23, 2024 05:33 PMઇલોન મસ્કે રાજા-મહારાજાઓને પણ હરાવ્યા, ઇતિહાસના સૌથી અમીર વ્યક્તિ બન્યા, જાણો કેટલી છે સંપત્તિ
November 23, 2024 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech