ધોરાજી ખાતે જિલ્લા પોલીસ વડા દ્વારા વ્યાજંકવાદ વિરોધી લોકદરબારમાં ભાવુક દ્રશ્યો સર્જાયા

  • January 13, 2023 06:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યભરમાં વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાના આદેશો છૂટ્યા છે.ત્યારે ધોરાજી શહેરના નગરપાલિકા ટાઉનહોલ ખાતે જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ દ્વારા વ્યાજંકવાદ વિરોધી લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો આગેવાનો ઉપસ્તિ રહ્યા હતા આ પ્રસંગે જિલ્લા પોલીસવાળાએ જણાવ્યું હતું કે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વ્યાજનાં વિષ ચક્રને ડામવા અને વ્યાજના ચક્રમાં ફસાયેલા લોકોને બચાવવા અને વ્યાજ લેનારાઓ જે લોકોનું શોષણ કરતા હોય છે તે બદીને સમાજમાંી નાબૂદ કરવા ખાતર ગૃહ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેની ચુસ્તપણે પાલન શે આમાં અલગ અલગ જગ્યાએ ઉચ્ચ કક્ષાના અધિકારી, પોલીસના અધિકારી દ્વારા સીધો લોકોનો સંપર્ક કરી લોકોને મોટીવેટ કરવામાં આવે છે, તમને કોઈને તમારા વિસ્તારમાં ગેરકાયદેસરનું કામ કરતો હોય તમારાી વધારે પૈસા પડતા હોય તમારૂ મકાન, પ્રોપર્ટી પડાવી લીધી હોય પોલીસ તેવા લોકોને રિક્વેસ્ટ કરે છે કે આપ આવો અને પોલીસ ફરિયાદ કરો અવા જણાવો પોલીસ ખુદ ફરિયાદી બની કાર્યવાહી કરશે.પોલીસે રાજકોટ જિલ્લામાં આવી કાર્યવાહી શરૂ કરેલ છે. ટાઉનહોલ ખાતે યોજાયેલ આ લોકદરબારમાં વ્યાજખોરોનો ભોગ બનેલ કેન્સર અને માનસિક  બીમારીી પિડાતું મુસ્લિમ દંપતિ શહેરના મહિલા સહિતના વ્યાજખોરો સામે ફરિયાદ કરવા માટે દોડી આવ્યું હતું.જેમને લઈને જિલ્લા પોલીસ વડાએ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાના આદેશો આપ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application