ટ્વિટરની ચકલી X બની: એલોન મસ્કે ફરી લોગો બદલ્યો

  • July 24, 2023 02:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

X.com ખોલવાથી Twitter પર પહોચી શકાશે: ઈલોન મસ્કે ટ્વિટ કરીને લખ્યું છે કે ટૂંક સમયમાં અમે ટ્વિટર બ્રાન્ડ અને ચકલીને અલવિદા કહીશું: X એપમાં સોશિયલ મીડિયા, પેમેન્ટ સર્વિસ, ટિકિટ બુકિંગ સર્વિસ, ગેમિંગ સર્વિસ અને અન્ય ઉપયોગિતા આધારિત વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવશે



એલન મસ્ક માટે ટ્વિટરમાં બદલાવ લાવવા જાણે સામાન્ય બાબત બની ગઈ છે તેમ આજે ટ્વિટરનો લોગો બદલાઈ ગયો છે. ટ્વિટર હવે X છે. X.com ખોલવા પર, તમે Twitter પર પહોંચશો. હવે તમે ચકલીની જગ્યાએ X જોવા મળશે. હવે તમે ટ્વિટ નહીં કરો, કદાચ તમે Xweet કરશો... હકીકતમાં, ટ્વિટરના માલિક એલોન મસ્કે ટ્વિટર બ્રાન્ડને સમાપ્ત કરવાની પૂર્ણ તૈયારીઓ કરી લીધી છે અને હવે આ માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મનો નવો યુગ શરૂ થયો છે.



ઈલોન મસ્કે ટ્વિટ કરીને લખ્યું છે કે ટૂંક સમયમાં અમે ટ્વિટર બ્રાન્ડ અને ચકલીને અલવિદા કહીશું. અન્ય એક ટ્વીટમાં મસ્કે લખ્યંં છે કે જો આજ રાત સુધીમાં એક લોગો પોસ્ટ કરવામાં આવશે, તો તેઓ તેને આવતીકાલથી લાઇવ કરશે અને તે ટ્વિટરનો નવો લોગો હશે.



હવે ટ્વિટરના લોગો અને નામ સાથે એક નવું યુઆરએલ X.com પણ આવ્યું છે. X લાવવા પાછળ એલોન મસ્ક વધુમાં વધુ આવક ઉભી કરવા માંગે છે m કહીએ તો નવાઈ નથી કે એલોન મસ્કે ઇન્સ્ટાગ્રામના થ્રેડને ટક્કર આપવા માટે આ બદલાવ કર્યો હોય શકે છે



ટ્વિટર ઘણા સમયથી ખોટમાં છે અને એલોન મસ્કે તેને ઘણા પૈસા આપીને ખરીદ્યું છે, તેથી દેખીતી રીતે તે પણ પૈસા કમાવવા માંગશે, પરંતુ તે એ પણ જાણે છે કે આ કામ ફક્ત ટ્વિટરથી થઈ શકે નહીં, તેથી તેણે તેની વ્યૂહરચના અનુસાર મોટા ફેરફારો કરવાનું શરૂ કર્યું છે. વેરિફિકેશન માટે પહેલા પૈસા અને ટ્વિટર બ્લુની શરૂઆત અને હવે આ નવો દાવ.




એલોન મસ્કએ કહ્યું છે કે ટૂંક સમયમાં ટ્વિટર બ્રાન્ડને X સાથે રિપ્લેસ કરવામાં આવશે. ત્યારબાદ , તેણે નવા લોગોની ડિઝાઇન પણ બહાર પાડી. હવે એક એપમાં વિવિધ સેવાઓ. જેમ કે સોશિયલ મીડિયા, પેમેન્ટ સર્વિસ, ટિકિટ બુકિંગ સર્વિસ, ગેમિંગ સર્વિસ અને અન્ય ઉપયોગિતા આધારિત સેવા પૂરી પાડવામાં આવશે.



X.com પર માત્ર Twitter જ નહીં પરંતુ Elon Musk તેની અન્ય કંપનીઓને પણ રીડાયરેક્ટ કરી શકે છે. ટેસ્લા, સ્પેસએક્સ, ન્યુરાલિંક, ધ બોરિંગ કંપનીથી સ્ટારલિંક સુધી, એલોન મસ્ક તેના અન્ય પ્રોજેક્ટ્સને પણ X.com ડોમેન પર શિફ્ટ કરી શકે છે. એટલે કે, X.com ખોલવા પર, ઇલોન મસ્કની તમામ કંપનીઓનું ઇન્ટરફેસ ખુલી શકે છે. જોકે આ હજુ સ્પષ્ટ નથી. એલોન મસ્કએ કહ્યું છે કે X એ એક એવો શબ્દ છે જ્યાં બધું જ કરી શકાય છે.. આવનારા સમયમાં X પ્લેટફોર્મ પર ઘણી અલગ-અલગ સેવાઓ પૂરી પાડવામાં આવી શકે છે.




હવે તે સત્તાવાર છે કે આ માઇક્રો બ્લોગિંગ વેબસાઇટનો નવો યુગ શરૂ થયો છે. જૂના લોગો અને બ્રાંડને ધીમે ધીમે સંપૂર્ણપણે દૂર કરવામાં આવશે. એલોન મસ્કે પોતાના કર્મચારીઓને આંતરિક ઈમેલમાં ટ્વિટરને બદલે X નામનો ઉપયોગ કરવા કહ્યું છે.


એક ટ્વીટમાં મસ્કે કહ્યું હતું કે તેને X અક્ષર પસંદ છે. વર્ષ 1999માં, એલોન મસ્કએ X.com ની શરૂઆત કરી, જોકે તેઓ તેમાં સહ-સ્થાપક તરીકે હતા. બાદમાં તેને મસ્ક દ્વારા તેના અન્ય સ્ટાર્ટઅપ પેપાલ સાથે મર્જ કરવામાં આવ્યું હતું. પેપાલ હાલમાં વિશ્વના સૌથી મોટા પેમેન્ટ ગેટવેમાંથી એક છે. જો કે, 2017 માં, એલોન મસ્કે પેપાલ પાસેથી X.com ડોમેન ખરીદ્યું. હવે ટ્વિટરને X.com પર રીડાયરેક્ટ કરવામાં આવ્યું છે, એટલે કે, જો તમે બ્રાઉઝરમાં X.com ખોલો છો, તો તમે Twitter (X) પર જશો.



ટ્વિટરમાં કરવામાં આવી રહેલા આ મોટા ફેરફારને ઘણા લોકો પસંદ નથી કરી રહ્યા. સોશિયલ મીડિયા પર લોકો આ બદલાવ માટે ઈલોન મસ્કની ટીકા પણ કરી રહ્યા છે. લોકો કહે છે કે આ ખૂબ જ મૂંઝવણભર્યું છે અને તેના કારણે વપરાશકર્તાઓ આ પ્લેટફોર્મથી દૂર જશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application