૨૭મી નેશનલ ફોટોગ્રાફી સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ફોટોગ્રાફરે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ વિષયક કૃતિઓ  ૬ જાન્યુઆરીથી ૪ ફેબ્રુઆરી સુધી મોકલી આપવી

  • January 25, 2024 03:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૭મી નેશનલ ફોટોગ્રાફી સ્પર્ધા 
સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ફોટોગ્રાફરે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ વિષયક કૃતિઓ 
૬ જાન્યુઆરીથી ૪ ફેબ્રુઆરી સુધી મોકલી આપવી

ગુજરાત રાજ્ય લલીતકલા અકાદમી દ્વારા અમદાવાદ ખાતે ૨૭મી નેશનલ ફોટોગ્રાફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. આ સ્પર્ધાનો વિષય એક ભારત શ્રેષ્ઠ ભારત રાખવામાં આવ્યો છે. આ સ્પર્ધામાં બ્લેક એન્ડ વ્હાઈટ અને કલર એમ બે વિભાગમાં યોજાશે, જેમાં બે વિભાગમાં વધુમાં વધુ પાંચ પાંચ કૃતિઓ સ્પર્ધા માટે મોકલી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ સ્પર્ધા સંપૂણ ઓનલાઈન યોજાવાની હોવાથી ફોટોની પ્રીન્ટ મોકલવાની રહેશે નહી. પ્રત્યેક વિભાગમાં આઠ આઠ ઈનામો જાહેર કરવામાં આવશે અને નિર્ણાયક શ્રીઓ દ્વારા પસંદગી પામેલ કૃતિઓનું પ્રદર્શન અમદાવાદ ખાતે યોજાશે તેમ ગુજરાત રાજ્ય લલીતકલા અકાદમીના સચિવ શ્રીની યાદીમાં જણાવાયું છે.  

યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર, નેશનલ ફોટોગ્રાફી સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક ફોટોગ્રાફરે પોતાની કૃતિ તા. ૨૬ જાન્યુઆરીથી ૪ ફેબ્રુઆરી સુધીમાં ગુજરાત રાજ્ય લલીતકલા અકાદમીની વેબસાઈટ gujaratstatelalitkalaacademy.com પર આપેલા અરજીપત્રક ઓનલાઈન ભરીને કલાકૃતિના જરૂરી ફોટા તથા વિગતો સાથે ઓનલાઈન સબમિટ કરવાની રહેશે. પોસ્ટ કુરીયર રૂબરૂ મળેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહિં. આ બાબતે જરૂર જણાયે કચેરીના ટેલિફોન નં – ૦૭૯-૨૬૪૨૫૫૬૨ ઉપરથી માહિતી મેળવા શકાશે તેમ યાદીમાં વધુમાં જણાવાયું હતુ.    



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News