બગસરા પંથકમાં એકસાથે આઠ સિંહોના આંટાફેરા: વનવિભાગે ટોળાને લઈને આપી પુષ્ટિ

  • June 27, 2023 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.જેને લઈને સિંહો પણ ખુલ્લા વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે.તેવામાં બગસરા પંથકમાં સિંહોનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.જે સુડાવડ ગામનો હોવાનું કહેવામાં રહ્યું છે.૮ જેટલા સિંહો અહીં આવી ચડ્યા  હોવાની વનવિભાગ દ્વારા પણ પુષ્ટિ આપવામાં આવી હતી.
એક સિંહનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જે બગસરા પંથકનો માનવામાં આવી રહ્યો છે છેલ્લા ત્રણ થી ચાર દિવસોથી અહીં આંટાફેરા જોવા મળી રહ્યા છે.ત્યારે આ સમગ્ર ઘટના સ્થાનિકો દ્વારા પોતાના મોબાઈલમાં કેમેરામાં કેદ કરવામાં આવી છે.એક સાથે સિંહોનું ટોળું સુડાવડ ગામમાં પહોંચીને  મારણ પણ કર્યું હતું અને એક વિડીઓમાં પશુને આરોગતા પણ જોવા મળી રહ્યું છે.ચોમાસુ માહોલમાં સિંહોની ભૂખ ખુલતી હોવાને કારણે શિકારની શોધમાં આવી ચડતા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
​​​​​​​
તો આ વિસ્તારમાં ઘણા લોકો દ્વારા મોબાઈલમાં સિંહોની તસવીરો કેદ કરી છે.જેમાંથી એક તસ્વીરમાં સિંહોનું ટોળું જાડી જાખરાઓમાં બેસેલ જોવા મળી રહ્યું છે.
સ્થાનિકોના અનુમાન પ્રમાણે એક સાથે ૮ જેટલા સિંહોનું ટોળું વિસ્તારમાં ચડી આવ્યું હોય અને આ વિસ્તારમાં ફરતું હોવાનું કહેવામાં આવી રહ્યું છે.તો આ વિસ્તારમાં ૮ જેટલા સિંહો હોવાનું વનવિભાગ દ્વારા માનવામા આવી રહ્યું છે.જેની વનવિભાગ દ્વારા પુષ્ટિ આપવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application