ગોંડલ PGVCLના આઠ કર્મચારીઓએ માઈનસ તાપમાનમાં કેદારકાંઠા પર લહેરાવ્યો ત્રિરંગો

  • December 28, 2023 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રસિદ્ધ ગુજરાતી કહેવત મન હોય તો માળવે જવાય’ ગોંડલ પીજીવીસીએલના કર્મચારીઓએ સિદ્ધ કરી છે. આઠ પીજીવીસીએલ કર્મચારીઓની ટુકડીએ ૧૨,૫૦૦ ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ તિરંગો ફરકાવ્યો છે. હાલમાં શિયાળાની કડકડતી ઠંડીમાં તેઓ પગપાળા ચાલીને ઉત્તરાખંડના મસુરીથી કેદારકાંઠા પહોંચ્યા હતા. રસ્તામાં અનેક મુશ્કેલીઓ પડે છતાં તેમણે હાર માની ન હતી અંતે તેમની થતા ૧૨,૫૦૦ ફૂટની ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો.
​​​​​​​
પીજીવીસીએલ ગોંડલ અને ઉપલેટાના આઠ કર્મચારીઓએ શિયાળાની માઇનસ ડિગ્રી તાપમાનમાં ૧૨,૫૦૦ ફૂટની ઉંચાઈ પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો છે. આ કર્મચારીઓને મહેનતે પીજીવીસીએલનું ગૌરવ વધાર્યું છે. ગોંડલથી મિલનભાઈ એરડા (જુનિયર આસિસ્ટન્ટ-મીટર રીડર), ઉપલેટાથી હિતેશ સૂવા, વરૂણ સૂવા, નટવરભાઈ ભૂવા, વિશાલ સોજીત્રા, રમેશ વાઢેર, ચીરાગ વડસોડા અને કમલેશ વરૂ સહિતના કર્મચારીઓ ટ્રેકિંગમાં જોડાયા હતા.તેઓ ગત તા.૧૪ ડિસેમ્બરના રોજ ગોંડલથી ઉતરાખંડ જવા રવાના થયા હતા. ગત ૧૭ તારીખથી ઉતરાખંડના મસૂરીથી સવારે ટ્રેકિંગની શરૂઆત કરી હતી. આઠ લોકો ગત ૨૧ તારીખે વહેલી સવારે ૬.૧૫ કલાકે કેદાર કંઠા પોહચ્યા હતા. હિમાલયમાં વર્ષમાં એક વાર વિન્ટર ટ્રેકિંગ થાય છે. વિન્ટર ટ્રેકિંગ દરમિયાન માઇન્સ ૬ થી ૮ ડીગ્રી માં હાડકા ગાળી નાખતી ઠંડીમાં ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application