યમનની રાજધાનીમાં આર્થિક સહાય વિતરણ કાર્યક્રમમાં નાસભાગ મચી: ૮૫ લોકોના મોત

  • April 20, 2023 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભીડને કાબૂમાં કરવા માટે હુતી વિદ્રોહીઓ દ્રારા હવામાં ગોળીબાર કરવામાં આવ્યો: ભયનો માહોલ સર્જાતા નાશભાગ: ૧૦૦થી વધુ ઘાયલ




યમનની રાજધાની સનામાં પવિત્ર રમઝાન મહિના માટે નાણાકિય સહાયનું વિતરણ કરવાના એક કાર્યક્રમમાં મોટી ભીડ ઉમટી પડી હતી જેમાં એકાએક નાસભાગ થતાં ૮૫ લોકોના મોત થયા હતા તેમજ ૧૦૦થી વધુ લોકો ઘાયલ  થયા હતા. ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હુતી વિદ્રોહી સંચાલિત ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર આ ઘટના રાજધાની સનાના જૂના શહેરમાં બની હતી. અહીં અમુક વેપારીઓ દ્રારા ગરીબ લોકોને આર્થિક સહાય આપવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સેંકડો લોકો ઉમટી પડયા હતા.  પરંતુ યોગ્ય વ્યવસ્થાના અભાવે આ દુર્ઘટના સર્જાઈ હતી આર્થિક સહાય મેળવવા માટે એકએક લોકોની ભીડ એટલી વધી ગઈ હતી કે તેને નિયંત્રિત કરવા માટે વિદ્રોહિઓએ હવામાં ગોળીબાર કર્યેા હતો. ગોળીબાર થતાં એક વીજળીના તારમાં વિસ્ફોટ થયો હતો જેના કારણે વિસ્ફોટ થયો હતો. આથી લોકો ગભરાઈ ગયા હતા અને નાશભાગ શરૂ થઈ હતી જેના કારણે ૮૫ લોકોએ ભીડમાં જ દમ તોડયો હતો તથા ૧૦૦થી વધુ ઘાયલ થયા હતા.





કાર્યક્રમના બે આયોજકોને હાલ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટના ઈદ–ઉલ–ફિત્રના થોડા સમય પહેલા જ બની છે હુતી સંચાલિત યમનના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર મૃતકોના પરિવારજનોને ૨૦૦૦ ડોલર અને ઘાયલોને ૪૦૦ ડોલરનું વળતર આપવામાં આવશે.




ઉલ્લેખનીય છે કે, યમનની રાજધાની પર હાલ ઈરાની સમર્થકો હુતીઓ દ્રારા નિયંત્રણ કરવામાં આવે છે. હુતીઓએ વર્ષ ૨૦૧૪માં યમનની આંતરરાષ્ટ્ર્રીય સ્તરે માન્યતા પ્રા સરકારને હટાવી દીધી હતી ત્યારબાદ હુતીઓએ આંતરરાષ્ટ્ર્રીય સ્તરે પોતાની સરકારને માન્યતા અપાવવાની કોશિષ કરવા માટે ૨૦૧૫માં સાઉદીના નેતૃત્વવાળા ગઠબંધનને સ્વિકારવા પ્રોત્સાહિત કર્યા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application