Economic Survey 2022-23 : નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં રજૂ કર્યો આર્થિક સર્વે, 7 % આસપાસ રહેશે GDP

  • January 31, 2023 06:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાષ્ટ્રપતિના સંબોધન પછી નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં આર્થિક સર્વે 2022-23 રજૂ કર્યો છે. આજથી બજેટ સત્ર શરૂ થયું છે અને આવતીકાલે સંસદમાં 2023-24નું બજેટ રજૂ કરવામાં આવશે. આ સાથે દેશની ભાવિ આર્થિક દિશા અને સ્થિતિ શું હશે, તેની બ્લૂ પ્રિન્ટ દેશની સામે હશે.


આર્થિક સર્વેમાં અનુમાન લગાવવામાં આવ્યું છે કે વર્ષ 2022-23માં આર્થિક વિકાસ દર 7 ટકા રહેવાનો અંદાજ છે. ગયા વર્ષે, જ્યારે 2021-22 માટે આર્થિક સર્વેક્ષણનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, ત્યારે 2022-23માં, ભારતીય અર્થતંત્ર 8 થી 8.5 ટકાના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ હતો. યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધ અને વૈશ્વિક આર્થિક સંકટને કારણે આર્થિક વિકાસ દર ગયા વર્ષે વ્યક્ત કરાયેલા અંદાજ કરતાં ઓછો હોઈ શકે છે.


રાષ્ટ્રપતિએ કહ્યું કે મારી સરકારની પ્રાથમિકતા દેશના 11 કરોડ નાના ખેડૂતો છે. આ નાના ખેડૂતો દાયકાઓથી સરકારની પ્રાથમિકતાથી વંચિત હતા. હવે તેમને મજબૂત અને સમૃદ્ધ બનાવવા માટે દરેક પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે દેશમાં નાના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2.25 લાખ રૂપિયાથી વધુની સહાય આપવામાં આવી છે. આ લાભાર્થીઓમાં 3 કરોડ મહિલા લાભાર્થીઓ છે. 
​​​​​​​

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે દેશનું ઉડ્ડયન ક્ષેત્ર પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. આજે ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઉડ્ડયન બજાર બની ગયું છે. એક ધરતી, એક પરિવાર, એક ભવિષ્યના મંત્ર સાથે, ભારત G-20 સભ્ય દેશો સાથે મળીને વર્તમાન વૈશ્વિક પડકારોનો સામૂહિક ઉકેલ શોધવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application