દેશ અને દુનિયામાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ રોગથી પીડિત લોકોએ માત્ર દવાઓ જ લેવાની નથી, પરંતુ તેમના આહારનું પણ ખૂબ જ કડક પાલન કરવું પડે છે. ખાવા-પીવામાં થોડી બેદરકારી પણ ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક સાબિત થાય છે. તેમણે મીઠાઈનું સેવન ઓછા પ્રમાણમાં કરવું જોઈએ, પરંતુ મીઠાઈના સેવન પર નિયંત્રણ રાખવું ખૂબ મુશ્કેલ છે.
આવી સ્થિતિમાં મોટાભાગના સુગરના દર્દીઓ પૂછે છે કે કઈ વસ્તુઓ મીઠાઈ તરીકે ખાઈ શકાય? ઘણી વખત દર્દીઓ એ જાણવાનો પ્રયત્ન કરે છે કે શું ખજૂર અને કિસમિસ જેવા હેલ્ધી ડ્રાયફ્રુટ્સને મીઠાઈ તરીકે ખાઈ શકાય? આ માટે ન્યુટ્રિશનિસ્ટ જણાવે છે કે, ખજૂર અને કિસમિસમાં નેચરલ શુગર હોય છે, સાથે જ તેમ ભરપૂર માત્રામાં ફાઈબર, પોટેશિયમ મિનરલ્સ અને એન્ટીઑકિસડન્ટ હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ બંનેનો હાઈ ગ્લાયકેમિક ઈન્ડેક્સ શુગર લેવલને વધારે છે, તેથી તેને ડાયટમાં સામેલ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. જો કે, જો દર્દીઓને મીઠાઈ વધુ પડતી ખાવાનું મન થાય તો તેઓ આ વસ્તુઓને મર્યાદિત માત્રામાં ખાઈ શકે છે.
ખજૂરનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ 45 થી 55 ની વચ્ચે છે, જ્યારે કિસમિસનો 66 ની આસપાસ છે. આ ગ્લાયકેમિક ઇન્ડેક્સ ધીમે ધીમે બ્લડ સુગર લેવલ વધારી શકે છે. તેથી, તેમને માત્ર ઓછી માત્રામાં જ ખાઓ. ખજૂરમાં નેચરલ શુગર હોય છે, તેથી ડાયાબિટીસના દર્દીઓએ દિવસમાં એક કે બે ખજૂરનું સેવન કરવું જોઈએ. ઉપરાંત, મીઠાઈઓની અછતની ભરપાઈ કરવા માટે, કિસમિસનું ક્યારેક-ક્યારેક ઓછી માત્રામાં સેવન કરી શકાય છે.
ડાયાબિટીસના દર્દીઓએ ખજૂર અને કિસમિસનું સેવન કરતા પહેલા આ મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓએ ખજૂર અને કિસમિસ ખાધા પછી તેમની બ્લડ શુગર તપાસવી જોઈએ. નજીકથી દેખરેખ રાખવાથી તમે બ્લડ સુગર લેવલને મોનિટર કરી શકશો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech