દિલ્હી એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપના કારણે લોકો ઘરની બહાર આવી ગયા હતા. તે જ સમયે, જમ્મુમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન હોવાનું જાણવા મળ્યું છે. ભૂકંપના આંચકા થોડીવાર માટે અનુભવાયા હતા. એટલું જ નહીં ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ભૂકંપના આચકા અનુભવાયા હતા. દિલ્હી-એનસીઆર, હરિયાણા, પંજાબ અને જમ્મુકાશ્મીરમાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. બપોરના સમયે ઉત્તર ભારતના આ વિસ્તારોની ઘરા ધ્રુજી ઉઠી હતી. જેને કારણે લોકોમાં પણ ફફડાટ ફેલાઇ ગયો હતો.
યુરોપિયન મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિંદુ કુશ ક્ષેત્રમાં હતું, જ્યાં ભૂકંપની તીવ્રતા 6.2 હોવાનો અંદાજ છે. ઇએમએસસીએના જણાવ્યા મુજબ ભૂકંપ 201 કિમીની ઊંડાઈએ હતો.
આપને જણાવી દઇએ કે, બપોરના સમયે ભૂકંપના આચકા અનુભવાયા હતા. ભૂકંપ વેળા દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ઘણા લોકોએ તેમના ઘરની વસ્તુઓની ધ્રુજારીનો અનુભવ કર્યો હતો. જોકે ભૂકંપના આચકાને કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને ઘરની બહાર પણ નીકળી ગયા હતા.
આ તરફ પાકિસ્તાનના અનેક શહેરોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લાહોર, ઈસ્લામાબાદ અને ખૈબર પખ્તુનખ્વામાં પણ ઘરા ધ્રૂજી હતી. પાકિસ્તાનના કેટલાક ભાગોમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. પાકિસ્તાનના હવામાન વિભાગે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી ભૂકંપ અંગેની સતાવાર માહિતી આપી હતી જેમાં ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના હિંદુ કુશ ક્ષેત્ર હોવા અંગે જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech