દ્વારકામાં નાટકના માઘ્યમથી આરોગ્યવર્ધક ભોજન અંગે શહેરીજનોને જાગૃત કરાયા

  • August 09, 2023 05:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લાના અલગ-અલગ ગામડાઓમાં મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે આરોગ્યવર્ધક ભોજન અંગે લોકોમાં નાટક દ્રારા જાગૃતિ લાવવામાં આવી હતી. સ્વાસ્થ્ય સહિતના ક્ષેત્રોમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુથી નારી વંદન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અલગ-અલગ ગામડાઓમાં આરોગ્ય વર્ધક ભોજનની થીમ પર નાટક ભજવવામાં આવ્યું હતું.


કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર અને નિષ્ણાતો દ્વારા પ્રાથમિક સારવાર, પુખ્ત વયના વ્યક્તિઓ અને બાળકોને સમજણ આપવામાં આવી હતી. આયુષમાન કાર્ડ અને આભા કાર્ડ ઇસ્યુ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. તમામ આરોગ્ય કેન્દ્રમાં સ્ત્રી રોગ નિદાન, એનિમિયા, પેપસ્મિયર ટેસ્ટ,આયર્ન ફોલિક એસિડ ટેબ્લેટ વિતરણ, સેનેટરી પેડ, બી.એમ.આઇ, હિમોગ્લોબિન સહિતની આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. સગર્ભાઓની હિમોગ્લોબીન તપાસ કરવામાં આવી હતી. આંગણવાડી ખાતે પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન તથા આરોગ્યપ્રદ વાનગી માટે રસોઈ શો કરવામાં આવ્યો હતો.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application