સાધના કોલોની વિસ્તારમાં ડીમોલીશન સમયે કાટમાળ બાજુના મકાન પર ધસી પડી

  • August 05, 2023 05:42 PM 

જામનગરના સાધના કોલોની વિસ્તારમાં જર્જરિત બનેલા એમ ૬૯ બિલ્ડીંગ ના અડધા હિસ્સા ને તોડી પાડવા માટે ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, અને તેનો કાટમાળ નીચે ધસીને બાજુના મકાન માં અથડાયો હતો, અને બે માળ વાળા મકાનની એક દિવાલ તૂટી ગઈ છે, તેમજ અંદર રાખેલો કપ રકાબી કે જેનો ભૂકકો બોલી ગયો છે. મહાનગરપાલિકા દ્વારા મકાન રીપેરીંગ તેમજ નુકસાની નું વળતર ચૂકવવાની ખાતરી અપાઇ રહી છે.


આ બનાવની વિગત એવી છે કે જામનગરના સાધના કોલોની વિસ્તારનો એમ ૬૯ નંબર નો અડધો બ્લોક ધરાશાહી થયા પછી તેના બાકીના હિસ્સાનું ડિમોલેશન કામ જામનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયું હતું. સીડી સહિતનો કેટલોક ભાગ ગઈકાલે તોડી પડાયો હતો, જ્યારે બાકીના છ બ્લોકનો જર્જરીત હિસ્સો આજે દૂર કરવામાં આવ્યો હતો, ત્યારે કાટમાળ પડવાના કારણે બાજુના મકાનને નુકસાની થઈ છે.


ઉપરોક્ત બિલ્ડીંગની બાજુમાં જ ગોવિંદભાઈ ગંઢા નામના આસામી નું બે માળનું મકાન આવેલું છે, જેને નુકસાની થઈ છે. જોકે હાલ તેમાં કોઈ રહેતું ન હોવાથી સદભાગ્ય જાન હાની ટળી હતી. પરંતુ નીચેના ભાગમાં એક કપ રકાબી ના હોલસેલ ના વેપારીને ગોડાઉન તરીકે ભાડેથી અપાયું હતું, અને તેમાં કપ રકાબી નો જથ્થો રાખવામાં આવ્યો હતો, જે ડિમોલેશન પૈકીનો કાટમાળ દિવાલ સાથે અથડાયો હોવાથી એક તરફની દિવાલ તૂટી ગઈ છે. સાથો સાથ મકાનનો કાટમાળ અંદર પડ્યો હોવાથી કપ રકાબી સહિતના માલ સામાનનો પણ ભૂકકો બોલી ગયો છે. મહાનગરપાલિકાની ટીમ દ્વારા મકાન માલિકને તેના મકાનમાં થયેલી નુકશાની અંગે સમારકામ કરી દેવા માટેની ખાતરી અપાઈ રહી છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application