ભાવનગર ડમી કૌભાંડ : વિદ્યાર્થી વતી ફિઝિકલ એક્ઝામ આપનાર ડમી " મિલન " ઝડપાયો

  • April 18, 2023 01:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@tram

ભાવનગરમાંથી પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડવાના કૌભાંડને ઉજાગર કરીને આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સહિત ચાર શખ્સની ધરપકડ કરવામાં આવ્યા બાદ આ કૌભાંડની તપાસ માટે નીમવામાં આવેલી સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ  એ તપાસનો ધમધમાટ શરૂ કરી ડમી ઉમેદવાર પાસે પરીક્ષા અપાવી સરકારી ઇજનેરી કોલેજમાં નોકરી મેળવી લેનાર અક્ષર બારૈયા અને અક્ષર બારૈયા વતી પરીક્ષા આપનાર પી.એસ.આઈ.સંજય પંડ્યાની ધરપકડ કરાયા બાદ વઘુ એક ડામી કાંડમાં સંડોવાયેલા મિલન ઘુઘાભાઈ ની ઘરપકડ હતી હતી આમ ડામી કાંડમાં આત્યર સુધી સાત આરોપીની ઘરપકડ કરવામાં આવી છે.


ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવતી પરીક્ષા તેમજ સરકારી નોકરી માટે લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ડમી ઉમેદવારોને બેસાડીને ચલાવવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ કરીને આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સહિત ચાર શખ્સની ધરપકડ કરી ભરતનગર પોલીસ મથકમાં આ કૌભાંડમાં સંડોવાયેલા ૩૬ શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો.


આ કૌભાંડની ગંભીરતાને ધ્યાને લઈને ભાવનગર રેન્જ આઇ.જી ગૌતમ પરમાર અને જિલ્લા પોલીસ વડા ડો. રવીન્દ્ર પટેલ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટેશન ટીમની રચના કરવામાં આવ્યા બાદ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે  તપાસનો ધમધમાટ હાથ ધરી ડમી ઉમેદવાર મારફત પરીક્ષા પાસ કરીને સરકારી નોકરી મેળવનાર અક્ષર બારૈયાની ધરપકડ કરી છે. તેમજ અક્ષર બારૈયા વતી પરીક્ષા આપનાર કરાઇ એકેડેમીમાં પી.એસ.આઇ. ની તાલીમ લઈ રહેલા સંજય પંડ્યાને ઝડપી લીધાં બાદ


સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમે ફિલિપાઇન્સમાં મેડિકલનો અભ્યાસ કરી રહેલ દેવર્ષિ નું  ૧૨ માં ધોરણની ફિઝિક્સ નું પેપર ડમી ઉમેદવારે આપેલ હતી.અને દેવર્ષિને આપવી હતી ધોરણ ૧૨ના ફિઝિક્સની પરીક્ષા આથી તેણે તેના પિતા દશરથભાઈ કે જે શિક્ષક છે તેનાથી પી કે  નો કોન્ટેક્ટ કરતા પીકે શરદને કહેલ કે તમારો મિલન ધુધાભાઈ ફિઝિક્સમાં હોશિયાર છે શરદ ના કહેવાથી દેવર્ષિ વતી ધોરણ ૧૨ ની ફિઝિક્સ ની પરીક્ષાનું પેપર આપ્યું હોવાનું સામે આવતા મિલન ધુધાભાઈને ઝડપી લીઘો હતો સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ વધુ તપાસ માટે અમરેલી રવાના થઈ હોવાનું જાણવા મળ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application