ઉપલેટાના સમઢિયાળા, ભાડેર સહિત ગામોની જમીનનું ધોવાણ થતાં ખેડૂતોને કરોડોનું નુકસાન

  • July 12, 2023 02:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટા પંથકમાં સમઢીયાળા, બાઠ, મજેડી, તલંગણા, પાટણવાવ, ભાડેર, ચિચાંડ, છત્રાસા સહિતના ગામોમાં ત્રણ દિવસ ભારે વરસાદને કારણે ખેતીની જમીન અને પાક ધોવાણ થતાં ખેડૂતોને કરોડો ‚પિયાની નુકસાની થતાં ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે. ખેડૂતોએ તાત્કાલીક સર્વે કરાવવા પણ માંગ ઉઠાવી છે. 
​​​​​​​
ભારે વરસાદને પગલે ઉપલેટાના સમઢીયાળા, ભાડેર સહિત ૧૫ ગામોમાં ભારે વરસાદને કારણે પુર જેવી સ્થિતિ સર્જાતા ખેડુતોએ જમીનમાં વાવેલ કપાસ, એરંડા, મગફળી, સોયાબીન સહિતનો પાક સંપુર્ણ નાશ પામ્યો છે. જયારે ભારે વરસાદને કારણે પાટણવાવ પાસે આવેલ ઓસમ ડુંગરના પાણી નજીકના ગામની સીમ જમીનમાં ઘુસી જતાં ખેડૂતોની જમીન ધોવાણ થઈ ગયેલ છે. પાકમાં જમીનથી ઉખેડી પાણીના પ્રવાહમાં તણાઈ ગયો છે. જયારે ખેતીની જમીનમાં બે બે ફુટ માટી ધોવાઈ જતાં ખેતરમાં પથ્થર દેખાવા લાગ્યા છે. ખેડૂતોએ શેઢા પાળે માલઢોર માટે વાવેલ વૃક્ષો પણ જમીનથી વિખુટા પડી જતાં આ વૃક્ષમાં પણ નાશ થાય તેવી પરિસ્થિતિ ઉભી થતાં ખેડૂતોમાં ચિંતામાં વધારો થયો છે. ૨૪ કલાક વરસાદ બંધ રહેવા છતાં હજુ ખેતરોમાં મોલમાં પાણી ભરાઈ રહેતા આ મોલ સંપુર્ણ ફેલ થઈ ગયો છે. ત્યારે આ પંથકમાં ખેડૂતોએ જમીન ધોવાણ અને પાક નુકસાનીના તાત્કાલીક સર્વે કરાવી તેને વળતર ચુકવવામાં માંગ કરી છે. ખેડૂતોએ વધુમાં જણાવેલ કે જો પાંચ દિવસમાં સર્વેનો આદેશ નહીં કરવામાં આવે તો સરકારી કચેરીઓને ઘેરાવ કરવાના ભણકારા વાગશે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application