ધ લેન્સેટ જર્નલના તાજેતરના સંશોધનમાં આ માહિતી આવી સામે : મહામારીના કારણે લોકોના જીવન પર ગંભીર અસર, 84 % દેશોમાં સરેરાશ આયુષ્યમાં થયો ઘટાડો
કોરોના મહામારીના કારણે વિશ્વભરના લોકોએ ખૂબ જ મુશ્કેલી વેઠી છે. ત્યારે હવે અહેવાલ આવ્યો છે કે, કોરોનાના કારણે જીવનમાં 1.6 વર્ષનો ઘટાડો થયો છે. ધ લેન્સેટ જર્નલના તાજેતરના સંશોધનમાં આ માહિતી સામે આવી હતી. આ નવા સંશોધનના કારણે કોરોનાના ગંભીર સ્વાસ્થ્ય જોખમો સામે લાવ્યા છે. અન્ય ઘણા અભ્યાસોએ એ પણ જાહેર કર્યું છે કે કોરોનાએ વૈશ્વિક સ્તરે સ્વાસ્થ્ય પર કેવી અસર કરી છે. જ્યારે કોરોનાના સંક્રમણે લાખો લોકોના જીવ લીધા, ત્યારે કોરોનાએ તેનાથી બચી ગયેલા લોકોને પણ છોડ્યા નથી. લોકો બીજી ઘણી એવી બીમારીઓથી પ્રભાવિત થવા લાગ્યા જે આજે પણ તેમાંથી બહાર આવી શક્યા નથી.
સંશોધન પ્રમાણે મહામારીના આગમન સુધી વૈશ્વિક સરેરાશ આયુષ્ય એટલે કે લાઈફ એક્સપેક્ટેન્સી વધી રહી હતી. સરેરાશ આયુષ્ય એટલે કે વ્યક્તિ તેના જન્મના સમયથી કેટલા વર્ષ જીવવાની અપેક્ષા રાખી શકે છે તે. લોકોનું સરેરાશ આયુષ્ય 1950ના 49 વર્ષથી વધીને 2019માં 73 વર્ષથી વધુ થઈ ગઈ છે. પરંતુ 2019 અને 2021 ની વચ્ચે તેમાં 1.6 વર્ષનો ઘટાડો થયો છે. નિષ્ણાતો કહે છે કે આ કોરોનાની સૌથી ગંભીર આડઅસર છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે આ સમયગાળા દરમિયાન 84 % દેશોમાં સરેરાશ આયુષ્યમાં ઘટાડો થયો હતો. જેમાં મેક્સિકો સિટી, પેરુ અને બોલિવિયા જેવા સ્થળો વધુ પ્રભાવિત થયા હતા.
પુરુષોમાં ૨૨ % તો સ્ત્રીઓમાં 17 % વધ્યો મૃત્યુદર
રિસર્ચર્સના એક અંદાજ પ્રમાણે આ સમયગાળા દરમિયાન 15 વર્ષથી વધુ વયના લોકોમાં મૃત્યુદર પુરુષોમાં 22 % અને સ્ત્રીઓમાં 17 % વધ્યો છે. 2020 અને 2021 માં વૈશ્વિક સ્તરે લગભગ 13.1 કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા, જેમાંથી લગભગ 1.6 કરોડ લોકો કોરોના મહામારીને કારણે મૃત્યુ પામ્યા હતા. સંશોધનમાં એ પણ જાણવા મળ્યું કે 2020 અને 2021 માં કોરોના મહામારી દરમિયાન વૈશ્વિક સ્તરે પુખ્તવયના મૃત્યુદરમાં વધારો થયો છે. જોકે કોરોના મહામારી વચ્ચે બાળમૃત્યુદરમાં ઘટાડો થયો. 2019ની સરખામણીમાં 2021માં પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં પાંચ લાખ ઓછા મૃત્યુ થયા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોમાસા પુર્વેની તૈયારીઓ અંગે જિલ્લા કલેકટર દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓને કરાઇ તાકીદ
May 19, 2025 04:32 PMસર્વોત્તમ ડેરી દ્વારા ધાર્મિક સ્થળોએ હાથ સફાઈ ઝુંબેશ
May 19, 2025 04:27 PMસુરતના કાપોદ્રા પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણનો આરોપી પીપરલામાંથી ઝડપાયો
May 19, 2025 04:24 PMવિદેશીદારૂની ૨૮૨ બોટલ સાથે મહુવાનો ‘નવલોહીયો’ ઝડપાયો, એક શખ્સ ફરાર
May 19, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech