ચોમાસા પુર્વેની તૈયારીઓ અંગે જિલ્લા કલેકટર દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓને કરાઇ તાકીદ

  • May 19, 2025 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર કલેક્ટર કચેરીના આયોજન ખંડ ખાતે જિલ્લા કલેક્ટર ડો. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને ચોમાસા પહેલાંની તૈયારીઓ અંગે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે પ્રિ-મોન્સુન બેઠક યોજાઇ હતી.
આગામી ચોમાસાની ઋતુને અનુલક્ષી પ્રિ-મોન્સુનની તૈયારીઓ માટે જિલ્લાના મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરોને ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવાં, તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવાં, પૂરના કારણે સ્થળાંતર કરવાની શક્યતા ઉભી થાય તેવા વિસ્તારો ચકાસી વૈકલ્પિક વ્યવસ્થા કરવા, નીચાણવાળા વિસ્તારોના ઝૂંપડાઓમાં વસતા નાગરિકોને ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં સમયસર ચેતવણી મળે અને સલામત સ્થળે ખસેડવા સુરક્ષિત સ્થળો ચકાસવા અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
આ ઉપરાંત વરસાદી પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે સ્વાસ્થ્ય સબંધિત તાકીદના પગલાં લેવા માટે મેડિકલ ટીમો સાથે દવાઓનો પુરતો જથ્થો ઉપલબ્ધ રાખવા પણ સૂચના આપી હતી. તેમજ આશ્રયસ્થાનો માટે ઉપયોગમાં લેવાની શાળાઓના મકાનની ચકાસણી કરવા અને શાળાઓમાં અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવા અંગે જણાવ્યું હતું.  આ બેઠકમાં જિલ્લા કલેકટર ડો. મનીષ કુમાર બંસલે ચોમાસા પહેલાંની તૈયારીઓ અંગે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.
આ બેઠકમાં રિજિયોનલ કમિશ્નર  ડી.એમ. સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી, નાયબ વન સંરક્ષક સાદીક મુંજાવર, મદદનીશ કલેકટર  પ્રતિભા દહીયા, નિવાસી અધિક કલેકટર  એન. ડી. ગોવાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જયશ્રીબેન જરૂ, રિજિયોનલ કમિશ્નર ઓફ મ્યુનિસિપાલિટીઝ અધિક કલેકટર ડી.એન. સત્તાણી, પ્રાંત અધિકારીઓ સહિતનાં જિલ્લા- તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application