NCPમાં ધરખમ ફેરફાર, શરદ પવારે સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા, અજીત પવારને મોટો ફટકો

  • June 10, 2023 01:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)માં શનિવારે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પાર્ટીના વડા શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલને નવા કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. પાર્ટીના આ નિર્ણયને વરિષ્ઠ નેતા અજિત પવાર માટે આંચકો માનવામાં આવી રહ્યો છે. જાણકારોનું કહેવું છે કે અજીત પોતે પાર્ટી અધ્યક્ષ પદના દાવેદાર હતા. તેઓ હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા છે.


આજે NCPનો 25મો સ્થાપના દિવસ છે. પાર્ટીના વડા શરદ પવારે કહ્યું કે, આપણે બધાએ NCPને મજબૂત કરવા માટે કામ કરવું પડશે. પ્રફુલ પટેલ અને સુપ્રિયા સુલેને વર્કિંગ કમિટીના પ્રમુખ બનાવવાનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.સુપ્રિયા સુલેને હરિયાણા અને પંજાબની જવાબદારી સોંપવામાં આવી છે.


સુપ્રિયા સુલેને કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા છે ઉપરાંત, મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, મહિલા યુવા, લોકસભાના સંકલનની જવાબદારી સોપવામાં આવી છે. પ્રફુલ્લ પટેલને પણ કાર્યકારી અધ્યક્ષ પદ સાથે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગોવાની જવાબદારી આપાઈ છે. સુનીલ તટકરેને રાષ્ટ્રીય મહાસચિવ અને ઓડિશા, પશ્ચિમ બંગાળ, ખેડૂતો અને લઘુમતી વિભાગના પ્રભારી બનાવાયા છે. નંદા શાસ્ત્રી ને દિલ્હીના પ્રદેશ અધ્યક્ષનું પદ સોપાયું છે તો ફૈઝલ ને તમિલનાડુ, તેલંગાણા, કેરળની જવાબદારી અપાઈ છે.


તાજેતરમાં જ શરદ પવારે પાર્ટી અધ્યક્ષની જવાબદારી છોડવાની જાહેરાત કરી હતી. જો કે કાર્યકરોની નારાજગી અને આગેવાનોની સમજાવટ બાદ તેમણે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો. પવારની ઓફર પર વિચારણા કરવા માટે રચવામાં આવેલી પેનલે 5 મેના રોજ તેમનું રાજીનામું સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને તેમને પક્ષ પ્રમુખ તરીકે ચાલુ રાખવા વિનંતી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application