ચુકતા નહીં : જામનગરમાં આજથી ખુલ્યો ધાન્યના જ્ઞાનનો ભંડાર

  • March 18, 2023 06:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર સ્થિત સૌપ્રથમ આયુર્વેદ ક્ષેત્રનું રાષ્ટ્રીય મહત્વનો દરજ્જો ધરાવતું સંસ્થાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ દ્વારા આયુર્વેદ થકી લોક સ્વાસ્થ્ય ઉત્કર્ષ અને વૈશ્વિક પ્રવાહોથી લોકોને અવગત કરાવવાના આશયથી આયુર્વેદ સ્વાસ્થ્ય અને શ્રીધાન્ય મેળો-૨૦૨૩નો આજથી પ્રારંભ થયો છે, ચાર દિવસ સુધી ચાલનારા આ મેળામાં વિવિધ ફુડ આઇટમ, ચેકઅપ કેમ્પ, રાગી, જુવાર, બાજરીનો ઉપયોગ લોકોએ કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આજથી ૨૧માર્ચ સુધી ધન્વંતરિ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. જેનો સમય સવારે ૧૦ વાગ્યા થી રાત્રીના ૯ વાગ્યા સુધી રહેશે.


આજે સવારે સાંસદ પૂનમબેન માડમ, પ્રણામી સંપ્રદાયના આચાર્ય પૂ.કૃષ્ણમણીજી મહારાજ, મેયર બિનાબેન કોઠારી, આઇટીઆરએના ડાયરેકટર ડો.અનુપ ઠાકર, સ્ટે.કમિટીના ચેરમેન મનીષ કટારીયા તેમજ આઇટીઆરએનો સ્ટાફ તેમજ આર્યુવેદીક કોલેજનો સ્ટાફ હાજર રહ્યો હતો. 





આ મેળામાં મુલાકાતીઓને વિનામૂલ્યે સ્વાસ્થ્ય પરીક્ષણ (સમય સવારે ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૭ રહેશે). પ્રકૃતિ પરીક્ષણ અને તદનુસાર જીવનશૈલી અંગેનું માર્ગદર્શન, યોગનું પ્રત્યક્ષ નિદર્શન અને માર્ગદર્શન, આયુર્વેદ અનુસાર પોષણ અને મિલેટસનું માર્ગદર્શન, ઓડિયો-વિડીયો નિદર્શન, સ્વાસ્થ્ય રક્ષણ અને સામાન્ય બીમારીઓના ઘરગથ્થુ ઉપચારો, ઔષધિના રોપાઓનું વિનામૂલ્યે નિદર્શન અને વિતરણ, ઘર આંગણાની ઔષધીઓનો પરિચય તથા તેનો ચિકિત્સાકીય ઉપયોગ, ઋતુ અનુસાર જીવનશૈલી અંગેનું માર્ગદર્શન, વિવિધ આયુર્વેદીય ચિકિત્સા પદ્ધતિ અંગેનું માર્ગદર્શન, વિવિધ ફાર્મસીઓની આયુર્વેદ ઘ્વાઓ, આયુર્વેદ ફૂડ ફેસ્ટિવલ અને ખાસ કરીને મિલેટ્સ જાડા માન્ય અંગેનું વિશેષ આકર્ષણ તૈયાર કરવામાં આવ્યુ છે જે મુલાકાતીઓને પુષ્કળ ઉપયોગી સાબિત થશે.


આયુષ્ય મંત્રાલય, ભારત સરકાર દ્વારા સંચાલિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટૌયિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ જામનગર દ્વારા આ બાબતને અનુમોદન આપવા અર્થે હેલ્થ એન્ડ મિલેટ્સ એક્સ્પો ૨૦૨૩નું આયોજન કર્યું છે. હેલ્થ એન્ડ મિલેટ્સ એક્સ્પો-૨૦૨૩એ આયુર્વેદ અને મિલેટ્સ થકી સ્વાસ્થ્ય સક્ષમ કરવાના નવીન દ્રષ્ટિકોણથી અત્યાર સુધીનું સૌપ્રથમ આયોજન થવા જઇ રહ્યું છે.


આયુર્વેદ વર્તમાન સમયમાં સ્વાસ્થ્ય સંરક્ષણ અને રોગોના મૂળગામી ઉપચાર માટે મહત્વનો ફાળો આપે છે. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને સુરક્ષિત, પ્રભાવી, સરળ, સસ્તા, ઘરગથ્થુ ઉપચારો, આયુર્વેદની વિવિધ ચિકિત્સા પદ્ધતિઓ અંગેનું માર્ગદર્શન તથા ખેડૂતો માટે લાભદાયક નીવડે એ હેતુને ધ્યાનમાં રાખીને આ સમગ્ર મેળો આયોજિત કરવામાં આવ્યો છે.


સામાન્ય રીતે આ એક્સ્પો સર્વે જનતા માટે વિશેષ કરીને ગૃહિણી, વિધાર્થીઓ યુવાનો ખેડૂતો ઔષધિઓની વાવણી કરવા તથા આયુર્વેદ ક્ષેત્રમાં પોતાની કારકીર્દિ ધડવા માટે ઈચ્છુકો વૈધો અને ફાર્માસીસ્ટ તેમજ આરોગ્ય પ્રત્યે સતત જાગરૂક રહેનાર લોકો માટે લાભકારી સાબિત થી તેનું આઇ ટી આર એ ના ડાયરેક્ટર પ્રો વેદ અનૂપ ઠાકરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


આ એક્સ્પોમાં મિલેટ્સ આપારિત ખાણીપીણીની વૈવિધ્યસભર વાનગીઓને ખાકાર આપવામાં આવ્યો છે. મિલેટ્સ જાડા ધાન્યના ઉપયોગથી સ્વાસ્થ્યને વધુ મજબૂત કરી શકાય છે તેને પુન્દ્રવર્તી બનાવી આઈ.ટી.આર.એ.ના ફાર્મસી કોલેજના વિધાર્થી દ્વારા પ્રાથમિક તબ્બકે કુલ પ૦૦ જેટલી વાનગીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી જેમાંથી ૨૦૦ જેટલી વાનગી છણાવટ કરી તેને લાઇવ તૈયાર કરવામાં આવી હતી બાદમાં તેમાંથી ૮૬ વાનગીને પસંદ કરી મુલાકતીઓને ઉપલબ્ધ બને તે હેતુ માટે તૈયાર કરવામાં આવી છે.


ઉપરાંત ૮૦ જેટલી પેકેટ ફૂડ આઇટમ પણ મિલેટ્સ આધારિત બનાવી લોકોના સ્વાદ અને સ્વાસ્થ્ય સંગમ માટે વાનગીઓ બનાવવામાં આવી છે. આ તમામ વાનગીઓમાં આયુર્વેદ અને મિલેટ્સના ગુણોને જોડવામાં આવ્યા છે. આ વાનગીઓમાં મિલેટ્સ આયારિત સૂપ, સ્ટાર્ટર મેઇનકોર્ષ, સ્નેક્સ, સ્વીટ્સ, ડેઝર્ટ, હોટ કોલ્ડ ડિંક્સ અને આઇસ્ક્રીમ જેવી કેટેગરીમાં તૈયાર કરવામાં આવી છે.


વિવિધ વાનગીઓમાં રાગી પાપડી ચાટ, મિલેટ્સ દહીંવડા, રાગી-જૂવાર-બાજરા ખીચું. મિલેટ્સના ચિલ્લા, મિલેટ્સ પેન કેક, જવારના પીઝા, મલ્ટી મિલેટ્સ થેપલા, મિલેટ્સ નાચોઝ, મિલેટ્સની વિવિધ ખીચડી, સરગમના જાંબુ મિલેટ્સ લાડુ, મિલેટ્સ ફાલુદા મિલેટ્સ રબડી, મિલેટ્સના વિવિધ ડિં્રક્સ અને રૂપીઝ, ઉષીરાદી પાનક, અમૃત પાનક, ફેનુગ્રીક કોફી, કલિંગમ અદ્રક મોજીતો, સત્તુ સરબત કોરિએન્ડર કોકટેલ, મેધ્ય મિલક રોક કોરા ડ્રિન્ક, ડાઈ, રાગી- બનાના સ્મૂધીઝ, કોકમ પાનક વૃક્ષામ્લ પાનક લેમન-વરિયાળી શિકંજી, સ્કિન ગ્લો શોટ્સ મસાલા પર, મોમોસ આયુ પિઝા, રાગી ઇડલી મિલેટ્સ પૂડલા મિલેટ્સ થાળી, ભેળ, મિલેટ્સ ઉત્તપમ, મિલેટ્સ પાણીપૂરી, મિલેટ્સ ટિક્કી, મોરિંગા સૂપ કોઠો ખીચડી પ્રોટીન ચાટ, મિલેટ્સ આધારિત ગરમ અને ઠંડી ચા-કોફી, અને મિલેટ્સનો ખઇસ્ક્રીમ પણ વિધાર્થીઓ દ્વારા પૌરાણિક સંદર્ભો અને આધુનિક પાકશાસ્ત્રનું સંયોજન કરી બનાવવામાં આવ્યા છે.


વધુમાં પેકેટ ફૂડ આઇટમ્સમાં ખાખરા, બિસ્કિટ, કૂકીઝ, બરફી, ફરસાણ સહિતની ૮૦ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યસભર વાનગીને આકાર આપવામાં આવ્યો છે. મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને ચાર દિવસ ચાલનારા આ મેળામાં લોકોને ભાગ લેવા આરટીઆઇએના ડાયરેકટર ડો.અનુપ ઠાકરે અપીલ કરી છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application