‘મંદિરમાં શ્રીરામજીને એકલા ન રાખશો...’ રામાયણના સીતાજી દિપીકા ચિખલિયાએ પીએમને કરી ભાવુક અપીલ

  • January 03, 2024 05:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૨ જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ ભવ્ય કાર્યક્રમમાં પીએમ મોદી પણ  ભાગ લેશે પણ આજે માહિતી મળી છે કે, તેઓ આ દિવસે ખાસ ઉપવાસ રાખશે.

રામમંદિરના ઉદ્ઘાટન પહેલા રામાયણ સિરિયલમાં સીતા માતાનો રોલ કરનાર દિપીકા ચીખલિયાએ પ્રધાનમંત્રી મોદીને ખાસ અપીલ કરી છે. એક મીડિયા અહેવાલ અનુસાર દિપીકાએ કહ્યું છે કે ૨૨મી જાન્યુઆરી મારા માટે ઐતિહાસિક દિવસ રહેશે. કારણ કે ૫૦૦ વર્ષ બાદ ભગવાન રામ અયોધ્યા આવી રહ્યા છે. મારા માટે આ ભાવુક ક્ષણ છે. જોકે દિપીકા ચીખલિયા દુખી છે કે ભગવાનના મંદિરમાં ભગવાન રામની સાથે સીતાજીની મૂર્તિ નથી. 


તેમણે કહ્યું કે મને હંમેશા એવું હતું કે રામજીની બાજુમાં સીતાજીની મૂર્તિ હશે જ. જોકે આવું ન થયું તેનો મને અફસો છે. હું પીએમ મોદીને વિનંતી કરું છું કે અયોધ્યામાં ભગવાન રામની સાથે સીતાજીની મૂર્તિને પણ વિરાજમાન કરવામાં આવે. રામજીને એકલા ન રાખશો. મને જાણ છે કે બાળસ્વરૂપમાં ભગવાનની મૂર્તિ સ્થાપિત થઈ રહી છે પરંતુ જો સીતાજીની પણ સાથે હશે તો તમામ મહિલાઓ ખુશ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application