ફેમસ ડોલી ચાયવાલા ફરી એકવાર ચા બનાવવાની પોતાની અનોખી રીતને કારણે ચર્ચામાં છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને લોકો પોતાની આંખો પર વિશ્વાસ નથી કરી શકતા. વિશ્વના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક બિલ ગેટ્સે આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આમાં બિલ ગેટ્સ પહેલા કહે છે કે તેને ચા જોઈએ છે. આ પછી ડોલી ચાયવાલા તેની અનોખી સ્ટાઈલમાં ચા બનાવતા જોઈ શકાય છે.
આ વિડીયો સામે આવ્યા બાદ લોકોને પોતાની આંખો પર વિશ્વાસ જ ન આવતો. સોશિયલ મીડિયા પર તો જાણે કે મીમ્સનું પૂર આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. લોકો વિવિધ પ્રકારના મીમ્સ શેર કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે 2024માં બીજું શું જોવા મળશે તે કહી શકાય નહીં. ડોલી ચાયવાલા વિશે વાત કરીએ તો તે નાગપુરમાં ચા વેચે છે. લોકોને તેની ચા બનાવવાની રીત પસંદ છે. ફૂડ વ્લોગર્સ તેમના વીડિયો બનાવવા માટે દૂર દૂરથી આવે છે. આ સિવાય ડોલી તેની હેરસ્ટાઈલ અને કપડા પહેરવાની રીતને કારણે પણ ઘણો ફેમસ છે.
આ વીડિયોને શેર કરતી વખતે બિલ ગેટ્સે તેના કેપ્શનમાં લખ્યું, 'ભારતમાં તમે દરેક જગ્યાએ નવીનતા જોઈ શકો છો. ચાનો સાદો કપ પણ બનાવવામાં પણ!' વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે ડોલી ચા બનાવવા માટે દૂધમાં ચાની પત્તી, આદુ અને એલચી ઉમેરે છે. વીડિયોના ટેક્સ્ટમાં બિલ ગેટ્સ કહે છે કે હું ફરીથી ભારત આવવા માટે ઉત્સાહિત છું. જે અનોખી નવીનતાઓનું ઘર છેઆ વીડિયોને અત્યાર સુધીમાં મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. આ અંગે લોકો કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application105 વર્ષીના બાએ મેળવી માસ્ટર ડિગ્રી, 80 વર્ષ પહેલા છોડ્યો હતો અભ્યાસ
June 23, 2024 11:51 PMપ્લાસ્ટિકની ઢીંગલીના પ્રેમમાં પાગલ થયો યુવક, પોતાના જીવની જેમ કરે છે દેખરેખ !
June 23, 2024 11:49 PM52 વર્ષીય રિક્ષાચાલકની અઢળક મહિલા મિત્ર, એક ડઝનથી વધુ ગર્લફ્રેન્ડ !
June 23, 2024 11:48 PMચીનમાં ભારે વરસાદની ચેતવણી, ઈમરજન્સી મોડ પર આવી એજન્સીઓ
June 23, 2024 10:45 PMSonakshi-Zaheer Wedding: સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે કરી લીધા લગ્ન, પ્રથમ તસવીર આવી સામે
June 23, 2024 10:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech