શું તમે જાણો છો? સામાન્ય લોકોની સરખામણીમાં કેટલું અલગ હતું આઈન્સ્ટાઈનનું મગજ

  • August 10, 2024 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનને કોણ નથી જાણતું? તેમનું મગજ એટલું તીક્ષ્ણ હતું કે આજે પણ લોકો તેમના મગજનો ઉપયોગ જીનિયસના પર્યાય તરીકે કરે છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું મગજ અન્ય લોકોથી ઘણું અલગ અને તેજ હતું. એવું માનવામાં આવતું હતું કે આઈન્સ્ટાઈનનો આઈક્યુ સૌથી વધુ હતો.


થિયરી ઓફ રિલેટિવિટી અને માસ એન્ડ એનર્જી વચ્ચેના સંબંધને સમજાવનાર મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો જન્મ 14 માર્ચ 1879ના રોજ થયો હતો. 9 નવેમ્બર 1922ના રોજ તેમને 'સૈદ્ધાંતિક ભૌતિકી'માં સેવાઓ માટે અને ખાસ કરીને ફોટોઈલેક્ટ્રિક અસરની શોધ માટે 1921 માટે ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેમનું મગજ અન્ય લોકોથી ઘણું અલગ અને તેજ હતું. આઈન્સ્ટાઈનનું મગજ એટલું ખાસ હતું કે તેમના મૃત્યુ પછી તેમનું મગજ સાચવવામાં આવ્યું હતું.


મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું મગજ શા માટે આટલું તેજ હતું? દરેક વ્યક્તિ આ પ્રશ્ન પૂછે છે. આ અંગે હવે ઘણી થિયરીઓ સામે આવી હતી.

1955માં નોબેલ પુરસ્કાર વિજેતા આઈન્સ્ટાઈનના મૃત્યુ બાદ તેમના મગજને 240 બ્લોકમાં વિભાજિત કરીને વૈજ્ઞાનિકોને સંશોધન માટે આપવામાં આવ્યું હતું. આમાંના મોટાભાગના નમુનાઓ ખોવાઈ ગયા છે અને તેની શરીરરચના અંગે બહુ ઓછી માહિતી બહાર આવી છે. અહેવાલ મુજબ, પેથોલોજિસ્ટ થોમસ હાર્વેના અંગત સંગ્રહમાં હાજર આઈન્સ્ટાઈનના મગજના ફોટોગ્રાફ્સના આધારે નવું સંશોધન કરવામાં આવ્યું હતું. આઈન્સ્ટાઈનનું મગજ  જેનું વજન 1230 ગ્રામ છે, તેનું વજન સામાન્ય વ્યક્તિ જેટલું જ છે, પરંતુ તેના પર ઘણા બધા ફોલ્ડ્સ છે.


IQ  શબ્દ 1912 માં મનોવિજ્ઞાની વિલિયમ સ્ટર્ન દ્વારા બનાવવામાં આવ્યો હતો. તે સમયે આઈક્યૂની ગણતરી કોઈ વ્યક્તિની માનસિક ઉંમર અને ક્રોનોલોજીકલ ઉંમરના ગુણોત્તરના આધારે કરવામાં આવતી હતી. આજે પણ વ્યક્તિનો બુદ્ધિઆંક આ જ રીતે માપી શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application