જામનગર જિલ્લામાં દિવ્યાંગ મતદાર જાગૃતિ અંતર્ગત દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબીર યોજાઈ
જામનગર એપ્રિલ,દેશભરમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે જિલ્લાના નાગરિકોને મતદાન માટે જાગૃત કરવા માટે જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.ત્યારે જિલ્લાના દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉત્સાહભેર ઉપયોગ કરી ૧૦૦℅ મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર સહભાગી કરવા-દિવ્યાંગ મતદાર જાગૃતિ અંતગર્ત ગત તા.૭-૦૪-૨૦૨૪ને રવિવારના રોજ બપોરના ૪-૦૦ થી ૬-૦૦ દરમ્યાન આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબીર:૨૦૨૪નું આયોજન જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર શ્રી બી. કે. પંડ્યાના સૂચન અને જિલ્લા શિક્ષણાધિકારી અને SVEEP, નોડલ ઓફીસર શ્રી બી.એન.વીડજા ના માર્ગદર્શનથી કરવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લામાં વધુમાં વધુ દિવ્યાંગ મતદારોનું મતદાન થાય તે માટે અસ્થિવિષક, અંધજન, શ્રવણમંદ, મનોદિવ્યાંગ સહિતની કેટેગરીના મતદારો પોતાના મતાધિકારનો સરળતાથી ઉપયોગ કરી દિવ્યાંગ મતદારોને લોકશાહીના મહાપર્વમાં જોડવા અંગેની ગાઈડલાઈનથી માહિતગાર કરવા, ૧૦૦% મતદાન કરવા શપથ લેવડાવવા, સંકલ્પ પત્ર ભરવા સહિતનો દિવ્યાંગ મતદાન માટે દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એજયુકેશન ઈન્સ્પેકટર અને SVEEP આસીસ્ટન્ટ નોડલ ઓફીસર શ્રી સી.એમ.મહેતાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય ચૂંટણી પંચ ની દિવ્યાંગ મતદારો સબંધી ગઈડલાઈન સહિતની વિગતો તેમજ સક્ષમ એપ. ડાઉનલોડ કરવા,દિવ્યાંગ મતદાન જાગૃતિ માટે દિવ્યાંગ મતદારોનો ઉત્સાહ વધારવા, ખાસ વિસ્તુત માહિતીસભર પ્રવચન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મહર્ષિ અષ્ટાવક વિવિધલક્ષીવિકલાંગ સ્વરોજગાર સહકારી મંડળી લી. જામનગરના પ્રમુખ અને દિવ્યાંગ કાર્યકર કિરણસિંહ સોલંકી, અતિથિ વિશેષ પદે દિવ્યાંગ મહિલા અધિકારી સમિતીના પ્રમુખ પ્રફુલ્લાબેન મંગે, મનોદિવ્યાંગના વાલી પ્રતિનિધી પુષ્પાબેન વોરા, અંધજન પ્રતિનિધી પ્રેમજીભાઈ વાઘેલા, શ્રવણમંદના પતિનિધી ગોદાવરીબેન કટારમલ સહિતના બહોળી સંખ્યામાં દિવ્યાંગભાઈઓ, બહેનો, વાલીશ્રીઓ ઉત્સાહભેર ખાસ ઉપસ્થિત રહી ઉત્સાહભેર સહભાગી થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMશ્રી દ્વારકાધીશ જગત મંદિરના પ્રસાદની ગુણવતા મુદ્દે મંદિરના પૂજારી પ્રમુખ સાથે ખાસ વાત ચિત્ત
December 24, 2024 07:15 PMચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
December 24, 2024 05:57 PMનાસાના પાર્કરે રચ્યો ઇતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું
December 24, 2024 05:38 PM'દારૂ પીધા પછી બંધારણ લખાયું હશે', અરવિંદ કેજરીવાલના આ વિડિયોને લઈને પોલીસ કેસ
December 24, 2024 05:33 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech