નેહરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા ડી.સી.સી. સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો રમત ગમત કાર્યક્રમ યોજાયો

  • January 06, 2023 08:02 PM 

નેહરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા ડી.સી.સી. સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો રમત ગમત કાર્યક્રમ યોજાયો

સમગ્ર જિલ્લામાંથી આવેલ ૩૫૦ થી વધુ ખેલાડીઓએ કબ્બડી, ખોખો, વોલીબોલ, રસા-ખેંચ, તેમજ એથ્લેટીક્સ સહિતની રમતોમાં ભાગ લઈ પોતાનું કૌવત દાખવ્યું
 
જામનગર  ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર જામનગર દ્વારા જિલ્લા કક્ષાના રમત-ગમત કાર્યક્રમનું આયોજન શહેરની ડી.સી.સી.સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.


જે કાર્યક્રમમાં જામનગરના મેયરશ્રી બીનાબેન કોઠારીએ વિશેષ ઉપસ્થિત રહી યુવાનોને રમત પ્રત્યે જાગૃકતા દાખવવા તેમજ રમતો થકી ભવિષ્ય કેમ ઉજ્વળ કરી શકાય એ વિશે માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતુ. આ રમત ગમત કાર્યક્રમમાં કબ્બડી, ખોખો, વોલીબોલ, રસા-ખેંચ, તેમજ એથ્લીટ રમતોનું આયોજન કરવામાં આવ્યુ હતું

જેમાં સમગ્ર જિલ્લામાંથી આવેલ ૩૫૦ થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. વિજેતા ખેલાડીઓને ટ્રોફી, પ્રમાણપત્ર તેમજ મેડલ આપી સન્માનિત કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમનું આયોજન નેહરુ યુવા કેન્દ્ર જામનગરના જિલ્લા યુવા અધિકારી શ્રી શિખર રસ્તોગીના માર્ગદર્શન હેઠળ ઉડાન યુથ ક્લબના પ્રમુખ નરોત્તમ વઘોરા તથા એક્ટિવ યુથ ક્લબના પ્રમુખ વિજયભાઈ મકવાણા તેમજ  નેહરુ યુવા કેન્દ્રના રાષ્ટ્રીય સ્વયંસેવક હાર્દિક ચાવડા, ભૌતિકસિંહ પઢિયાર દ્વારા કરવામાં આવેલ હતું.કાર્યક્રમમાં ડી.સી.સી.સ્કૂલના પ્રિન્સિપાલ  જયકુમાર પણ ઉપસ્થિત રહેલ હતા તેમજ સાંસદ પૂનમબેન માડમે કાર્યક્રમના સફળ આયોજન બદલ આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application