રહેણાંક મિલકત અંગે જિલ્લાની વડી અદાલતનો મનાઇહુકમ

  • February 25, 2023 11:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના ભોંઇવાડા વિસ્તારમાં દાવલશાની જગ્યા પાસે મલના ડેલા સામે આવેલ ખુશાલી કોલ્ડ્રીંકસ તથા ગ્રાઉન્ડ ફલોર પર આવેલ એક રૂમ, ટોયલેટ, કીચનવાળી જગ્યામાં સગાભાઇનો પરિવાર સહિતનો ગેરકાયદેસરનો કબજો ખાલી કરાવવા અંગેના કેસમાં ફર્સ્ટ ફલોર તથા અગાસી તેમજ મેઘા બ્યુટી પાર્લરના નામથી ચાલતી અન્ય દુકાનમાં આવતા જતા કે વાપરતા વાદીને અટકાવવા નહીં તેવો પ્રતિબંધાત્મક મનાઇહુકમ દાવાના આખરી નિર્ણય થતાં સુધી ફરમાવતો અત્યંત મહત્વપુર્ણ નિર્ણય જિલ્લાની વડી અદાલતે ફરમાવેલ છે. 


ભોઇવાડા સ્થિત મલના ડેલા સામેની રહેણાંક મિલકતમાં ગ્રાઉન્ડ ફલોર પર બેદુકાનો તથા ગ્રાઉન્ડ ફલોર અને ફર્સ્ટ ફલોરની અગાસી સહિતની મિલકત મૂળ પ્રધાબેન હીરજીભાઇ દાઉદીયાની આવેલી હોય, તેણીએ કરેલ રજીસ્ટર્ડ વીલ બાદ તે મિલકત તેણીના પતિ રામજીભાઇ ભનુભાઇ ચુડાસમાને પ્રાપ્ત થનાં સમ્ર મિલકતની માલિકી રામજીભાઇ ભનુભાઇ ચુડાસમાએ રજીસ્ટર્ડ વીલથી વાદી જીતેન્દ્રભાઇ રામજીભાઇ ચુડાસમાને મળેલહોય.





 પરંતુ વાદગ્રસ્ત મિલકતના ગ૧્રરાઉન્ડ ફલોરમાંવાદીના સગાભાઇ કમલેશ રામજીભાઇ ચુડાસમાએ રહેણાંક તથા ખુશાલી કોલ્ડ્રીંકસ વાળી દુકાનનો ગેરકાયદેસરનો કબજો જાળવી રાખેલ હોય અને તેઓએ પરણ્યા બાદ માતા પિતા સાથે કૌટુંબિક સામાજીક વ્યવહાર રાખેલ નહીં, ઉલટું, ફર્સ્ટ ફલોરની પાણીની લાઇન નીચેથી કટ કરીને ગ્રાઉન્ડ ફલોર સિથત પાણીના બોરની મોટર સતતચાલુ રાખીને બાળી નાખવી, રીપેર કરવા અંગે વાદી તથા તેમના પિતાને ગાળાગાળી કરી ત્રાસ આપવાના દુષ્ક્રૃત્યોથી વાદી તથા તેમના પિતાજીને જગ્યામાંથી હાંકી કાઢવાનો મનસુબો ઘડેલો અને તેરીતે અનેક યુકિત પ્રયુકિતઓ કરવામાં આવેલી. વાદીને પોતાની જ માલીકી, કબજા ભોગવટાની જગ્યામાં આવતા જતાં અટકાવવામાં આવેલા.


 જેથી વાદી જીતેન્દ્ર રામજીભાઇ ચુડાસમાએ, સગાભાઇના ત્રાસથી કંટાળીને નાછુટકે જામનગરની અદાલતમાં કમલેશ રામજીભાઇ ચુડાસમા તથાતેમના ભાભી બંસીબેન કમલેશભાઇ ચુડાસમા તથા ભત્રીજી ખુશાલી કમલેશભાઇ ચુડાસમા અને ભત્રીજા ઋષિ કમલેશભાઇ ચુડાસમા સામે દાવાવાળી જગ્યામાં તેઓના ગેરકાયદેસરનો કબજો ખાલી કરાવવા અંગે જામનગરના ધારાશાસ્ત્રી મહેશ એ. તખ્તાણી એન્ડ એસો. મારફત દાવો કરી મનાઇહુકમની માંગણી સ્ટે ઓર્ડર ની માંગણી કરતા ફર્સ્ટ ફલોર, અગાશી અને મેઘા  બ્યુટી પાર્લરની જગ્યાનો ઉપયોગ, ભોગવટલ અને વપરાશ કરતાં સીધી કે આડકતરી રીતે પ્રતિવાદીઓ એટલે કે સગાભાઇ, ભાભી વિગેરે વાદીને અટકાયત કરે કે કરાવે નહીં તેવો પ્રતિબંધાત્મક આદેશ દાખવાના આખરી નિકાલ સુધી ફરમાવતોઅત્યંત મહત્વપૂર્ણ હુકમ જામનગર જિલ્લાની મુખ્ય અદાલતે કરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application